- ગાબટ ગામમાં લગ્નના વરઘોડામાં બબાલ થતાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે મારામારી
- પ્રથમ મહિલાને થપ્પડ માર્યા બાદ વકર્યો મામલો
- સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
Aravalli : અત્યારે રાજ્યમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ઠેર ઠેર લગ્ન પ્રસંગો યોજાઇ રહ્યાં છે, પરંતુ અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર લગ્નનો ખુશીનો પ્રસંગ બબાલનો પ્રસંગ બની ગયો છે. બાયડ તાલુકાના ગાબટ ગામમાં એક વરઘોડા દરમિયાન એક જ સમુદાયના બે જૂથો વચ્ચે મારામારીની ધટનાનો બનાવ સામે આવ્યો છે.
અનુસાર માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ ગામમાં લગ્નના વરઘોડામાં બબાલ થઈ હતી. બબાલ થતાં જ એક જ સમુદાયના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારો અને મારામારી થઈ હતી. આ ઉપરાંત મહિલાને થપ્પડ માર્યા બાદ મામલો વણસ્યો હતો.
મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નો ઉઠ્યા હતા. તેમજ અરવલ્લીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઉઠયા હતા. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અહેવાલ : ઋતુલ પ્રજાપતિ