- જિલ્લા એલસીબીને ચોરીનો ભેદ ઉકેલવા મળી સફળતા
- પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરાશે
અરવલ્લીના પહાડીયા ગામે 9 સપ્ટેના રોજ ફાયનાન્સ ઓફીસમાંથી તસ્કરો 9.65 લાખ ભરેલ તિજોરીની તસ્કરી કરી હતી. ત્યારે જિલ્લા એલસીબીને ચોરીનો ભેદ ઉકેલવા સફળતા મળી છે. ચોરીની ઘટનાના બે આરોપીઓ, તિજોરી અને 9.65 લાખ રોકડ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. ફાયનાન્સમાં નોકરી કરતો કર્મચારી દ્વારા ચોરીને અંજામ આપયો હતો. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.
ઋતુલ પ્રજાપતિ