અરવલ્લી જિલ્લાના મેઘરજના ઓઢા કસાણા ગામે રહેણાંક મકાનમાં આગની ઘટના સામે આવી છે. ગામના કાચા અને નળિયાવાળા મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક આગ લાગતા પરિવાર સહિત આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.ઘરમાં લાગેલી આગનું પ્રાથમિક અનુમાન શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળી રહ્યું છે.
શોર્ટસર્કિટના કારણે લાગેલી આગ જોત જોતામાં વિકરાળ થઈ જતા આગમાં ઘરવખરી, અનાજ સહિત રોકડ રકમ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આ આગ પર સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી બુજાવી હતી. જોકે આગમાં પરિવારને ખાસુ એવું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર નથી.