જહાં ચાહ હૈ વહા રાહ હૈ… કહેવાય છે કે, ઈચ્છા શક્તિ હોય તો કોઈપણ કાર્ય અઘ‚ નથી. ૧૭ વર્ષની દેવાંશી કોટકે પણ આ કહેવત સાર્થક કરી છે. ૯ વર્ષથી ભરત નાટ્યમ શિખનારી દેવાંશીએ નૃત્યમાંડિગ્રી મેળવી અનેક લોકોને પ્રેરણા આપી છે. આ ડિગ્રી મેળવ્યા બાદ તે અન્યને પણ નૃત્યો શિખવી શકે છે.
દેવાંશીએ શિખેલ આવડતને લઈ શહેરના હેમુગઢવી હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના માતા દેવાંશી કોટકે જણાવ્યું હતું કે, દેવાંશી બાળપણથી જ ભરત નાટ્યમ શિખવાનું શરૂ કર્યું હતું.
કારણ કે, અમે વેસ્ટર્ન ડાન્સ કરતા કલાસીકલ નૃત્યમાં વધુ માનીએ છીએ અને અમારી દિકરીને પણ તેમાં રસ પડયો એ અમારા માટે ગૌરવની બાબત છે.