- છ શહેરોમાં ગરમીનો પારો ઉંચકાઈને પહોંચ્યો 38 ડિગ્રીને પાર: રાજકોટ 39.9 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું
રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે અને હજુ પણ આગામી દિવસમાં ગરમીનો પારો વધી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની શક્યતા વ્યક્ત કરી છે. સોમવારે ત્રણ શહેરોમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન થયું છે. તો છ શહેરોમાં ગરમીનો પારો ઉંચકાઈને પહોંચ્યો 38 ડિગ્રીને પાર રહ્યો છે. તેમાં પણ સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે.
39.9 ડિગ્રીમાં રાજકોટ શેકાયું તો ભૂજમાં 39.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો વધીને 39.5 ડિગ્રી પર પહોંચ્યો છે. તો વડોદરા અને અમદાવાદમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તો વડોદરા, ડિસા, સુરત, વલ્લભવિદ્યાનગરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે.પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. અત્યાર સુધી મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું છે.
ઉલ્લેખનિય છે કે દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વિશ્વ હવામાન સંસ્થા થોડા દિવસ પહેલા કહ્યું હતું કે અલ નીનો વર્ષ 2023-24માં તેની ટોચ પર પહોંચી ગયો છે. આ આગામી મહિનાઓમાં વૈશ્વિક વાતાવરણને પ્રભાવિત કરવાનું ચાલુ રાખશે. યુએન એજન્સીએ એમ પણ જણાવ્યું હતું કે માર્ચ અને મે વચ્ચે લગભગ તમામ જમીન વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાનની અપેક્ષા છે.
માર્ચ-મે દરમિયાન અલ નીનો ચાલુ રહેવાની લગભગ 60% શક્યતા છે. જેના કારણે વર્ષ 2024 સૌથી ગરમ વર્ષ બની શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લા નીના વર્ષના અંત સુધી વિકાસ પામવાની સંભાવના છે પરંતુ આ શક્યતાઓ અત્યારે અનિશ્ચિત છે. દેશનો મિજાજ ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જે ઠંડીનો અહેસાસ થતો હતો તે હવે સમાપ્ત થતો જોવા મળી રહ્યો છે અને ગરમીએ તેની અસર દેખાવાનું શરૂ કર્યું છે. તે જ સમયે, પર્વતીય રાજ્યોમાં કેટલીક જગ્યાએ હિમવર્ષા અને કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે. તે જ સમયે, પહાડી વિસ્તારોમાં હજુ પણ હળવો હિમવર્ષા અને વરસાદ જોવા મળી રહ્યો છે. ઉપરાંત, ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારતમાં ભારે પવન સાથે વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે.
હોળીની ઝારનું અનુમાન: ચોમાસુ બાર આની રહેવાની સંભાવના
ખાસ કરીને જ્યારે હોળી પ્રગટે ત્યારે પહેલી ઝાર કઈ દિશામાં જાય તેનું મહત્વ વધારે રહેલું છે અને તેના ઉપર થી આખા વર્ષનો તથા ચોમાસા નો વરતારો કરવામા આવે છે રાજકોટ શહેરમાં જ્યારે ખુલ્લા મેદાનમાં હોળી પ્રગટી ત્યારે તેની પહેલી ચાર અગ્નિ તથા ખૂણા દક્ષિણ દિશા મા જતી હતી જ્યારે સોમનાથ ( ગીર) મા શાસ્ત્રી જીગ્નેશકુમાર ત્રિવેદી ના અવલોકન દ્વારા પણ અગ્નિ ખૂણામાં ઝાર જતી હતી આમ વરસાદ ઓછો થવાની શક્યતા ખરી પાક ને નુકસાન જાય તેમ શાસ્ત્રી રાજદીપ જોશીએ જણાવ્યુ હતું.