પશ્ચિમ બંગાળ, આસામમાં અત્યારે ચૂંટણીઓ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આસામના દિમા હસાઓ જિલ્લામાં હફલોંગ વિધાનસભા બેઠકના બુથ ઉપર 1 એપ્રિલના રોજ મતદાન થયેલું, જેમાં કુલ 90 મતદારોના નામ નોંધાયેલા છે, પણ એ બુથ પર 181 મત પડ્યા છે.
આવો અજીબ કિસ્સો સામે આવતા જિલ્લા ચૂંટણી અધિકારીએ 5 મતદાન અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, અને પુરી ઘટના વિશે તાપસ કરવાનો અહેવાલ આપ્યો છે. આ બૂથ પર થયેલું મતદાન ખારીજ કરવામાં આવ્યું અને આજ સુધીમાં ફરીથી પાછું મતદાન કરવાનો ઓર્ડર બહાર પડશે.
ચૂંટણી પંચે એક અખબારને માહિતી આપતા કહ્યું કે, “મતદાન બૂથના અધિકારોએ સ્વીકાર્યું છે કે તે લોકોએ મુખ્ય મતદાન કેન્દ્રની વિરુદ્ધ બીજા અન્ય મતદાન મથકના મતદારોને આ બૂથમાં વોટ નાખવાની પરવાનગી આપી હતી. જેના લીધે મતદારો કરતા મત વધી ગયા.”
સમાચાર એજન્સી P.T.I.ના અહેવાલ અનુસાર,ચૂંટણી પંચે સેખોસીમ લેહંગુમ(સેક્ટર ઓફિસર), પ્રહલાદ રોય (પ્રિઝાઇડિંગ ઓફિસર), પરમેશ્વર ચરણસા(પ્રથમ મતદાન અધિકારી), સ્વરાજ કાંતિ દાસ (બીજો મતદાન અધિકારી અને લાલઝામલો થીએક(ત્રીજો મતદાન અધિકારી))ને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કર્યાના કારણમાં જણાવ્યુ છેકે “તેને પોતાની ફરજનું પાલન ના કર્યું, અને ચૂંટણી પક્ષના નિયમોનો ભંગ કર્યો.”
આ બૂથની આગળની ચૂંટણીના મતદાન પર નજર નાખીયે તો, 2016માં આ બૂથ પર 74% મતદાન થયું હતું, અને આ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા બીર ભદ્ર હજગરને જીત મળી હતી.
આસામમાં ત્રણ તબક્કાની વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે જે 27 માર્ચથી શરૂ થઈ હતી. બીજો તબક્કો ગત સપ્તાહે અને ત્રીજો અને અંતિમ તબક્કો મંગળવારે યોજાયો હતો. ચૂંટણીના પરિણામો 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.