પવનપુત્ર હનુમાનની જન્મજયંતિ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે. અત્યારે ચૈત્ર પૂર્ણિમા 6 એપ્રિલ 2023, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે બજરંગબલીના ભક્તો તેમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવશે. લોકો ઈન્ટરનેટ પર હનુમાન જયંતિ અને હનુમાન જન્મોત્સવને પહેલાથી જ સર્ચ કરી રહ્યાં છે. સામાન્ય રીતે લોકો આ દિવસને હનુમાન જયંતિ તરીકે બોલાવતા હોય છે, જ્યારે આવું કહેવું ખોટું છે. આ માટે સાચો શબ્દ છે હનુમાન જન્મોત્સવ આથી ૬ એપ્રિલે હનુમાન જયંતિ નથી પરંતુ હનુમાન જન્મોત્સવ
છે

ઘણા લોકોને એ ખ્યાલ જ નથી કે જયંતી અને જન્મોત્સવમાં કેટલો અંતર છે ?? તેઓ હનુમાનજીના પ્રાગટ્ય દિવસને જયંતિ કહી રહ્યા છે.  જન્મોત્સવ શબ્દો ફક્ત જન્મદિવસની ઉજવણીના દિવસ માટે છે. પરંતુ જયંતિનો ઉપયોગ એવી વ્યક્તિ માટે થાય છે, જે દુનિયામાં હયાત નથી અને તેનો જન્મ દિવસ તે જ દિવસે ઉજવવો જોઈએ. ત્યારે તેને જયંતી કહેવામાં આવશે.

હનુમાન જન્મોત્સવ ચિત્રા નક્ષત્રમાં હોવાથી આપશે ઉત્તમ ફળ

આ દિવસે સવારે હસ્ત નક્ષત્ર 12.40 સુધી છે ત્યાર બાદ ચિત્રા નક્ષત્ર છે આથી હસ્ત અને ચિત્રા બંને નક્ષત્રમાં હનુમાન જયંતિ ઉત્તમ ગણવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્રમાં થયેલ આથી આ વર્ષે પણ બપોર થી ચિત્રા નક્ષત્ર છે. આથી હનુમાન જન્મોત્સવ વધારે ઉત્તમ ગણાશે.

હનુમાનજીની પૂજા:-

હનુમાનજયંતિના દિવસે ભાઈઓએ બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરી તેના ઉપર હનુમાનજીની છબી રાખવી,

બાજુમા સરસવના તેલનો ફૂલ વાટ નો દિવો કરવો,

ગણપતિ દાદા, શ્રીરામચંદ્ર ભગવાનનું નામ લઈ અને હનુમાનજીને ચંદનનો ચાંદલો કરવો પોતે પણ ચાંદલો ચોખા કરવા ત્યારબાદ 7. 11,21 કે 108હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા સુંદરકાંડનો પાઠ કરવો.

ઉપરાંત ૐ નમો હનુમંતે ભયભંજનનાય સુખકુરૂ ફટ સ્વાહ મંત્રનો જાપ પણ કરી શકાય. હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠબહેનો પણ કરી શકે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને સુખડી નૈવેધ ધરવું ઉત્તમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.