કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા “વિશ્વ મેલેરિયા દિવસઉજવાશે
૨૫ એપ્રિલ સમગ્ર વિશ્વમાં મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વમેલેરિયા દિવસ ઉજવવાનો ઉદ્દેશમેલેરિયા જેવી ગંભીર બીમારી બાબતે લોકોને જાગૃત કરવાનો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૦૦૮ થી ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ૨૫ એપ્રિલ ૨૦૦૦ નાં રોજ ૪૪ આફ્રિકન દેશોના વડાઓએ મેલેરિયાની નાબૂદી માટે અબુજા ઠરાવ પસાર કરી મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. તેની યાદમાં દર વર્ષે ૨૫ એપ્રિલ આફ્રિકન મેલેરિયા દિવસ તરીકે ૨૦૦૧ થી મનાવવાનું શરુ કરાવ્યું હતું. બાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ મેલેરિયા દિનની ઉજવણી પ્રતિ વર્ષ ૨૫ એપ્રિલ ૨૦૦૫ થી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘ઝીરો મેલેરીયા સ્ટાર્ટ વીથ મી’ (મેલેરિયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી) નકકી કરવામાં આવેલ છે.
મેલેરિયા મચ્છરોના કરડવાથી ફેલાય છે. આ મચ્છર રાત્રે કરડે છે. મેલેરિયામાટે પ્લાઝમોડીયમ નામના જીવાણુંઓ જવાબદાર છે. માદા એનોફીલીસ મચ્છર કરડે ત્યારે જીવાણુંઓવ્યક્તિ નાં શરીર માં પ્રવેશે છે. આ જીવાણુંઓ વ્યક્તિના લોહીમાં પ્રવેશે છે આ જીવાણુંઓ વ્યક્તિના લીવરમાં જાય છે અને ત્યાં પુષ્કળ પ્રમાણમાં વધે છે. લીવરના કોષો ફાટે ત્યારે આજીવાણુંઓ વ્યક્તિના રક્તકણોમાં પ્રવેશે છે.
ત્યાં પણ એની સંખ્યા વધે છે. મેલેરિયાના જીવાણુઓ રક્તકણો ઘુસીને વધે છે અને ફાટી જાય છે. રક્તકણો ફાટે ત્યારે, આ જીવાણુઓ બીજા રક્તકણોમાં પ્રવેશે છે. રક્તકણો ફાટવાનું અને જીવાણુઓનું બીજા રક્તકણોમાં પ્રવેશવાનું ચક્ર ચાલ્યા કરે છે. વ્યક્તિના શરીરમાં જ્યારે ઘણા પ્રમાણમાં રક્તકણો ફાટે ત્યારે મેલેરીયાના લક્ષણો દેખાય છે. મેલેરિયાના મુખ્ય લક્ષણોમાં સખત તાવ, શરીરે પરસેવો થાય, માથું દુખે, શરીર દુખે, ઉબકા આવે, ઉલટી થાય વગેરે છે. મેલેરિયા રોગનું નિદાન અને સરવાર તમામ આરોગ્ય કેન્દ્ર ૫ર વિના મુલ્યે ઉ૫લબ્ઘ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રપ એપ્રિલ “વિશ્વ મેલેરિયા દિવસ નિમીતે વિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવા આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના શહેરીજનોને મેલેરિયા રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મેલેરિયા ફેલાવતા મચ્છર ઉત્૫તિ અટકાયતી ૫ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે આ વર્ષની થીમ ‘ઝીરો મેલેરિયા સ્ટાર્ટ વીથ મી’ (મેલેરિયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી)ને ઘ્યાનમાં રાખી વોર્ડવાઇઝ વિવિઘ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.