લો-કમિશનના ચેરમેનનુ રાજીનામું માંગી બી.સી.આઈ.ના સુઝાવને ધ્યાને લેવા માગ
લો-કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા વકીલ વિરોધી સુચિત કાયદાનો મુસદો ઘડી લોકસભામાંક મંજૂરી માટે કરેલી ભલામણ અંતર્ગત બી.સી.આઈ.ના ચેરમેન મનનકુમાર મિશ્રાએ નોંધાવેલા વિરોધના પગલે દેશભરનાં વકીલોનાં ફાટી નીકળેલા રોષ બાદ તા.૮ને બુધવારના રોજ બી.સી.આઈ. એ બોલાવેલી બેઠકમાં લો કમિશનના ચેરમેન બી.એસ. ચૌહાણનું રાજીનામું અને સુચિત બીલમાં બી.સી.આઈ.નો સુઝાવ લેવામાં નહી આવે તેવા સર્વાનુમતે નિર્ણયલઈ આગામી તા.૨૧ને મંગળવારના બીજા સત્રમાં ભારત ભરનાં વકીલો કોર્ટ કામગીરી અલીપ્ત રહેવાનો નિર્ણય કર્યો.
વધુમાં લો કમિશન ઓફ ઈન્ડીયાના ચેરમેન અને પુર્વ જસ્ટીસ બી.એસ. ચૌહાણ દ્વારા લો કમિશન દ્વાર ભારત સરકારમાં વકીલો વિરોધી સુચીત કાયદો મંજૂર કરવા મોકલેલા હોય, બારકાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ચેરમેન મનનકમાર મિશ્રાએ તેનો આક્રોસ દેશભરનાં વકીલોમાં ફાટી નીકળેલ હોય, તા.૮ બુધવારે દિલ્હીમાં ભારતભરનાં બાર કાઉન્સીલના સભ્યોની મીટીંગમાં લો કમિશન દ્વારા જજોને પાછલા બારણેથી એન્ટ્રી આપનારો બનાવેલો હોય આ લો કમિશનના ચેરમેન બી.એસ. ચૌહાણના રાજીનામું માંગવાનો પ્રસ્તાવ સર્વાનુમતે મંજૂર કરેલો હોય અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાએ તા૨૧ને મંગળવારના બપોર પછી બીજા સત્રમાં ભારતભરની કોર્ટમાં સ્ટ્રાઈક જાહેર કરેલી હતી.
બી.સી.આઈ. એ ચેતવણી પાઠવેલી હતી કે જો આ પ્રપોઝ કાયદો ધ્યાને લેવામા આવશે અને અમારો સુઝાવ ધ્યાને નહી લેવામાં આવે તો વિવિધ બાર એસો. વિરોધ પ્રદર્શનમાં રેલી અને પતીયાલા હાઉસથી રાજઘાટ રેલી કાઢશે અને વધુ જલદ કાર્યક્રમો જેલભરો આદોલન એલાન કરેલ હતુ.
વધુમાં બી.સી.આઈ. ચેરમેન જણાવેલું કે અમોને બદનામ કરવા માટે લો કમિશનના ચેરમેનએ એવી અફવા ફેલાવેલી છે કે, અમોએ બીસીઆઈની ભલામણથી આપ્રપોઝ કાયદો બનાવેલો છે. બાર કાઉન્સીલ ઈન્ડીયાએ તા.૧૦ માર્ચ ભલામણ મોકલેલી હતી અને જસ્ટીસ ચૌહાણે તા.૭ માર્ચની લો કમિનની મીટીંગમાં કાયદો તૈયાર કરેલો હતો. આ મીટીંગમાં લો કમિશનનાં એકમાત્ર મેમ્બર અભય ભારદ્વાજે આ કાળા કાયદાનો વિરોધ કરી બી.સી.આઈ. ના સમર્થનમાં કર્યું હતુ. આ મીટીંગમાં બીસીઆઈએ લો કમિશનના ચેરમેન પદે સીનીયર એડવોકેટની નિમણુંકની માંગ કરેલી હતી તેમજ ભારતનાં તમામ બાર કાઉન્સીલો વતી બીસીઆઈ પોતાની ફરિયાદ લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા અ‚ણ જેટલી નાણામંત્રી સમક્ષ વકીલોની વ્યથા રજૂ કરવાના છે.