રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની જાહેરાત: દૂધ ઉત્પાદકો માટે ખુશીમાં સમાચાર
રાજકોટ જીલ્લા સહકાર દૂધ ઉત્પાદક સંઘ લી.ના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ તા.૧/૪/૨૦૧૭થી અમલમાં આવે તે રીતે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ા.૨૦/- ભાવ વધારો કરીને પ્રતિ કિલો ફેટે .૬૩૦/- ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ દૂધ સંઘ દૂધ મંડળીને કિલો ફેટના .૬૩૦/- ચુકવશે. જયારે દૂધ મંડળી દૂધ ઉત્પાદકોને ૬૨૫/- /- ચુકવશે. આમ ઉનાળાની સીઝન શ‚ થતા જ ભાવ વધારાની જાહેરાત કરતા જ દૂધ ઉત્પાદકોમાં આનંદની લાગણી પ્રસરી ગયેલ છે.
દૂધ ઉત્પાદકો ઘાસચારા/પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખી દૂધ ઉત્પાદકોને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારો થતો જાય છે. આ ભાવ વધારાથી ઉત્પાદકોને આંશીક રાહત મળશે. તેવું રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષએ જણાવેલ હતું. રાજકોટ તથા રાજકોટ દૂધ સંઘ સાથે અન્ય જીલ્લાના જોડાયેલા દુધ ઉત્પાદકો સંગઠિત બનીને રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ ઉપર વિશ્ર્વાસ મુકીને ઉતમ ગુણવતાવાળું, ભેળસેળ રહિત, તાજુ, સ્વચ્છ દૂધ, દૂધ મંડળીમાં ભરતા થાય તેવી અપીલ દૂધ સંઘના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ કરી છે.