બીપીએલ કુટુંબોને ઉજ્જવલા યોજનામાં ૧૦૦ રૂપિયામાં ગેસ કનેકશન અને એપીએલમાં ધારકોને રૂ.૫૩૦૦ ચૂકવવા પડશે
કેન્દ્ર-રાજય સરકાર દ્વારા આગામી ૧લી સપ્ટેમ્બરી ગરીબી રેખા ઉપર જીવતા તમામ મધ્યમવર્ગીય પરિવારો માટે જાહેર વિતરણ વ્યવસ હેઠળ સબસીડાઈઝ કેરોસીન બંધ કરવા નક્કી કરતા હવે શહેરી વિસ્તારના તમામ એપીએલ કાર્ડ ધારકોને ફરજિયાતપણે રાંધણગેસ કનેકશન લેવા પડશે અને પ્રત્યેક કનેકશન દીઠ રૂ.૫૩૦૦નો ડામ સહન કરવો પડશે.
જાણવા મળતી વિગતો મુજબ કેન્દ્ર સરકારની સુચના મુજબ રાજય સરકાર દ્વારા આગામી તા.૧-૯-૨૦૧૮ એપીએલ કેટેગરી એટલે કે, ગરીબી રેખા ઉપર જીવતા કુટુંબોને સ્વચ્છ ઈંધણના નામે કેરોસીન આપવાનું બંધ કરી રાંધણ ગેસનો ફરજીયાત વપરાશ કરે તે માટે રાંધણ ગેસ કનેકશન ખરીદવા ફરજ પાડવામાં આવી છે. બીજી તરફ ઉજ્જવલા યોજના હેઠળ બીપીએલ અને અંત્યોદય કેટેગરીમાં ફકત રૂ.૧૦૦ ચૂકવ્યેી રાંધણ ગેસનો બાટલો અને ગેસ સ્ટવ આપવાની યોજના ઘડી કાઢી છે. તો સામાપક્ષે એપીએલ કાર્ડ ધારકોને નવું ગેસ કનેકશન ખરીદવા માટે પ્રવર્તમાન જોગવાઈ મુજબ રૂ.૫૩૦૦નો ચાંદલો કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે, આવનારા દિવસોમાં કેન્દ્ર અને રાજય સરકાર સબસીડીવાળુ કેરોસીન સંપૂર્ણપણે બંધ કરવા ઈચ્છે છે, પરિણામે અત્યારે ઉજ્જવલા યોજના અમલી બનાવી ગરીબ કુટુંબોને રૂ.૧૬૦૦ની સબસીડી લોન રૂપે આપી ફરજિયાતપણે રાંધણગેસ કનેકશન લેવડાવશે.
દરમિયાન રાજકોટ જિલ્લામાં હાલ ૨.૬૧ લાખ એપીએલ-૧ કાર્ડ ધારકો અને ૯ હજાર જેટલા એપીએલ-૨ કેટેગરીના રેશનકાર્ડ ધારકો છે. જે તમામને પુરવઠા વિભાગ દ્વારા નોટિસ આપી ૩૧-૮ સુધીમાં સ્વખર્ચે એલપીજી કે પીએનજી કનેકશન મેળવી લેવા તાકીદ કરી છે અને તા.૧-૯ થી રાજકોટ શહેરી વિસ્તારમાં રહેતા લોકોને કેરોસીન આપવામાં નહીં આવે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com