- વિશ્ર્વના સૌથી ગરીબ દેશોમાં પાંચમાંથી એક બાળકો બાળ મજૂરીમાં રોકાયેલા જોવા મળે છે: સોમાલિયા, ઉત્તર કોરીયા, એરિદ્રીયા, દક્ષિણ
- સુદાન, વેનેઝુએલા, ગિની બિસાઉ ચાડ, સીરીયા, મોઝામ્બિક અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક જેવા દેશોમાં બાળ મજુરીની ગંભીર સમસ્યા છે
- ચાઇલ્ડ લેબર ગ્લોબલ અંદાજ અનુસાર વિશ્ર્વભરમાં 16 કરોડથી વધુ બાળ મજૂરો: બાળ મજૂરી માટે ફરજ પાડવામાં આવતાં તેના પર દુવ્યવહાર, જાતિય શોષણ અને ભેદભાવ થાય છે, તેના મૂળભૂત અધિકારો સાથે શિક્ષણનો હકક પણ હણાય જાય છે
આજ સમગ્ર વિશ્ર્વમાં બાળ મજુરી વિરોધી દિવસ ઉજવાય રહ્યો છે, ત્યારે સમગ્ર વિશ્ર્વમાં 16 કરોડથી વધુ બાળકો બાળ મજુરીમાં જોતરાયેલા જોવા મળે છે. આપણાં દેશમાં બાળપણને માણવા કે ભણવાની ઉંમરે અંદાજે એક કરોડ બાળકો બાળ મજુરીના કામમાં રોકાઇને તેના પરિવારને આર્થિક મદદ કરી રહ્યા છે. ચાઇલ્ડ લેબરનાં આંકડા ચોંકાવનાર છે. પણ કોઇ આ પરત્વે નકકર કાર્ય કરી શકતું નથી. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણની બંધારણીય જોગવાઇ હોવા છતાં શિક્ષણની મહત્તા ન સમજનાર મા-બાપ તેના સંતાનોને શાળાએ મોકલવાને બદલે તેના ભેગા મજુરી કામ કરવા લઇ જાય છે. બાળકોને પણ ભણવું હોય છે, પણ મા-બાપો ગરીબીને કારણે આર્થિક ઉર્પાજન માટે બાળ મજુરીમાં ધકેલી દે છે. વિશ્ર્વનાં સૌથી વધુ ગરીબ દેશોમાં દર પાંચ બાળકો પૈકી એક બાળક મજુરીમાં જોડાય છે.
વિશ્ર્વમાં આ સમસ્યાની ગંભીર અસરો ધરાવતા ગરીબ દેશોમાં સોમાલિયા, ઉત્તર કોરિયા, એરિદ્રીપા, દક્ષિણ સુદાન, વેનેઝુએલા, ગિની બિસાઉ, ચાડ, સિરીયા, મોઝામ્બિક અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક જેવા દેશોનો સમાવેશ થાય છે. વૈશ્ર્વિક સ્તેર યુનીસેફ જેવી વૈકિવક સંસ્થા આ પરત્વે કાર્ય કરી રહી છે. આ વર્ષની થીમ ચાલો આપણી પ્રતિબઘ્ધતાઓ પર કાર્ય કરીએ: બાળ મજુરીનો અંત લાવો, વૈશ્ર્વિકસ્તરે આ દિવસ ઉજવણીમાં આઇ.એલ.ઓ. ના ઘટકો અને ભાગીદારો સક્રિય રીતે જોડાય છે. 2020 માં ઈંકઘ નું પ્રથમ સંમેલન મળેલ જેમાં વિશ્ર્વના તમામ દેશો જોડાયા હતા. છેલ્લા થોડા વર્ષો બાળ મજુરી ઘટાડવામાં સફળતા મળી છે. પણ તેના સ્વરુપોમાં સમાપ્ત કરવાના પગલાને વેગ આપવો પડશે. વૈશ્ર્વિક લક્ષ્યાંગ 8.7 ને અપનાવવા સાથે 2025 સુધીમાં બાળ મજુરી નાબુદ કરવાની છે.
બાળ મજુરીએ બાળકની વય, શારીરિક કે માનસિક ક્ષમતા માટે અયોગ્ય છે. તેની દુરોગામી પરિણામો તેના વિકાસ અને ભવિષ્ય ઉપર વિનાશક અસર કરે છે. આપણાં દેશમાં 14 વર્ષેથી ઓછી વયના બાળકોને કામે રાખવા પ્રતિબંધ છે, છતાં ચાની હોટલ, રેસ્ટોરન્ટ, ખાણો, કારખાનામાં અને જોખમી વ્યવસાયોમાં કામ કરાવે છે. બાળ મજુરી સાથે તેમના ઉપર થતાં શોષણમાંથી બાળકોને બચાવવા પડશે. કારણ કે તે દેશનું ભવિષ્ય છે. કોરનાની અસર બાદ ગરીબ દેશોમાં બાળ મજુરીના સૌથી ખરાબ સ્વરુપો સામે આવ્યા છે. 1987 થી ભારત સરકારે તેના વિરુઘ્ધ નીતિ જાહેર કરી છે, છતાં આજે વિશ્ર્વના એક તૃતિયાંશ બાળ મજુરો ભારતમાં છે. 2002થી આ દિવસ ઉજવાય છે, પણ આજે પણ આપણાં દેશમાં ભણવાની ઉંમરે કામ કરતાં બાળકો નજરે પડે છે.
બાળ મજુરી ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, વસ્તુ વૃઘ્ધિ અને અન્ય સામાજીક સમસ્યાઓને કાયમી બનાવે છે. એક વાત નકકી છે કે તમે બાળ મજુરીને નાબૂદ કરી શકતાં નથી તો તમે ગુલામીને પણ નાબુદ કરી શકશો નહીં. બાળ મજુરી અને ગરીબી એક બીજા સાથે જોડાયેલ હોવાથી તેને રોકવામાં ઘણી બાધા આવે છે બાળ મજુરી અને બાળ તસ્કરોને કારણે ઘણી છોકરીઓ શાળાએ જઇ શકતી નથી.
આજના દિવસે દરેક દેશે જાગવાની જરુર છે, ગરીબ અને અવિકસિત દેશોમાં આ સમસ્યા વિશેષ જોવા મળતા તેને સક્રિય પણે કાર્ય કરવાની જરુર છે. આપણા સમાજમાંથી બાળ મજુરીને નાબુદ કરવા સૌએ કટિબઘ્ધ થવું પડશે. બાળ મજુરીને કારણે લાખો બાળકો શિક્ષણ, બાળપણ, સ્વતંત્રતા સાથે મુળભૂત અધિકારોથી વંચિત રહે છે. બાળ મજુરીને ના કહો અને બાળકોની સ્વતંત્રતા ને હા કહો, બાળ મજુરીને સમાપ્ત કરવા માટે કોર્પોરેટ લોભનો અંત જરુરી છે. કૃષિ ક્ષેત્રે 70 ટકા થી વધુ બાળ મજુરીમાં જોડાય છે. બાળ મજુરીએ એવા કામને વ્યાખ્યાપિત કરે છે કે જે બાળકોને તેમના બાળપણ, ક્ષમતા અને ગૌરવથી વંચિત રાખે છે, અને તે તેના શારિરીક અને માનસિક વિકાસને અટકાવે છે.
વિશ્ર્વનાં 16 કરોડ બાળમજુરો પૈકી અંદાજે 8 કરોડ જોખમી કામમાં બાળ મજુરી કરે છે. માનવ અધિકારોનું સૌથી મોટું ઉલ્લંધન એટલે બાળ મજુરી માટે આ પરત્વે હવે જાગૃત થવું જ પડશે. આ વર્ષે આ દિવસ તેની રપમી વર્ષગાંઠ ઉજવી રહયું છે. છતાં આજે વૈશ્ર્વિક સ્તરે પરિણામ ઓછું મળેલ છે. બાળ મજુરી અટકાવતા કાયદા હોવા છતાં બાળકો હીરાની ખાણમાં, ખેતરોમાં કામ કરી રહ્યા છે. બાળ મજુરીએ 18 વર્ષથી ઓછી ઉમરના વ્યકિતને શારિરીક કે માનસિક રીતે હાનીકારક વાતાવરણમાં કામ પર રાખવામાં આવે છે. ગરીબી, સામાજીક અસમાનતાઆપત્તિઓ, તસ્કરો અને આંતરીક સંધર્ષો એ મુખ્ય પરિબળ છે, જે બાળ મજુરીમાં સતત વધારો કરે છે, અમુક કિસ્સામાં ફરજ પડાતા તેની સાથે દુવ્યવહાર જાતિય શોષણ અને ભેદભાવ થાય છે. આપણાં દેશમાં બાળ મજુરીને કારણે બાળકોના વિકાસ સાથે ચેડા થઇ રહ્યાં છે.
આપણાં દેશમાં વિશ્ર્વમાં સૌથી વધુ બાળમજુરો છે જે બીડી ઉઘોગ, હીરા પોલીસ, હસ્ત કલાક્ષેત્રે, માચીસ ઉઘોગ, લારી કે દુકાન, નાસ્તા સેન્ટર, પ્લાસ્ટિક એકત્રીકરણ, જેવામાં જોડાયા છે. આર્થીક પ્રવૃતિ માટે ગ્રામિણ વિસ્તારોમાં કૃષિ, પશુપાલન પ્રવૃતિમાં અને કૃષિ ક્ષેત્રે સૌથી વધારે બાળ મજુરો જોવા મળે છે. આ સમસ્યાના મુખ્ય કારણોમાં ગરીબી, શિક્ષણનું ઓછું પ્રમાણ માતા-પિતાકે વાલીનું મૃત્યુ, ઓછી સામાજીક સુરક્ષા, રૂઢિ ચુસ્ત માન્યતાઓ:, ગ્રામિણ વિસ્તારમા ઓછી શિક્ષણ સુવિધા, કુટુંબના સભ્યોની વધુ સંખ્યા કુટુંબના વડાના વ્યસનોની લત વિગેરે જોવા મળે છે.
બાળ મજુરીની સમસ્યાને દુર કરવાનો ઉપાયો
આપણાં દેશમાં બાળમજુરીની ભયંકર સમસ્યાને દુર કરવા સૌ પ્રથમ આ બાબતના કાયદાનું કડક પાલન કરાવવું જ પડશે. ગરીબી ઘટાડી શું તો જ આપણે ચાઇલ્ડ લેબરને અંકુશ કરી શકશું, આપણી શિક્ષણ પ્રણાલી અને ગુણવત્તામાં સુધારો કરવો, દેશમાં આવકની અસમાનતા ઘટાડવી જોઇએ. યોગ્ય સગવડ સાથેના બાળ ગૃહોનું નિર્માણ કરવું જોઇએ. વિવિધ બિન સરકારી સંગઠનોએ તેના નિવારણના કાર્યક્રમમાં જોડાવું, વસ્તુ વૃઘ્ધિ દરને નિયંત્રણ કરવાની સાથે શિક્ષણનો વ્યાપ વધારવો જોઇએ. આ ઉપરાંત જરુરી સામાજીક સુરક્ષાની યોજનાઓ અમલમાં મુકવી અને વ્યસન મુકત સમાજનું ઘડતર કરવું જરુરી છે. દેશમાં સામાજીક માળખા અને મુલ્યોમાં સુધારો કરવો જોઇએ.