અમરેલી પંથકમાં આગના ત્રણ બનાવ: જાનહાનિ ટળી
દિન પ્રતિ દિન ગરમીનો પારો વધી રહ્યો છે જેના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે અમરેલી ફાયર વિભાગ દ્વારા આવી ત્રણ આગો નો સામનો કરવામાં આવ્યો હતો. તારીખ 25 /4/ 2023 ના રોજ અનુક્રમે અમરેલી- સાવરકુંડલા બાયપાસ પર આવેલ એમેઝોન પાર્ક સોસાયટી ના ગેટ પર વીજ વાયર પડવાને કારણે આગ લાગવાની ઘટના બનેલ હતી તેમજ અમરેલી જિલ્લાના બાબરા મુકામે જી.આઇ.ડી.સી વિસ્તારમાં કાર્યરત પ્લાસ્ટિકના ગઠ્ઠા બનાવવાના એક કારખાનામાં પણ અચાનક આગ ભભૂકી ઊઠી હતી જે આગ અમરેલી ફાયર વિભાગની ટીમ દ્વારા બે કલાકની ભારે જહમત બાદ કાબુમાં મેળવવામાં આવ્યો હતો. લીલીયા તાલુકાના ભેસાણ ગામે અંદાજે 1600 મણ કપાસ ભરેલા રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બનેલી હતી. જેની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમમાં થતા ફાયર ઓફિસર એચ. સી.ગઢવી ની આગેવાની હેઠળ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી જઈ અંદાજે ચારેક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સદ્દ નસીબે ઉપરોક્ત ત્રણેય આગના બનાવમાં કોઇ જાનહાની થયેલ નથી બનાવ માં કાર્યરત ફાયર કર્મચારીઓ આનંદભાઈ જાની ,ભગવતસિંહ ગોહિલ ,સવજીભાઈ ડાભી સાગરભાઇ પુરોહિત, કરનદાન ગઢવી, જયવંતસિંહ પઢીયાર, કૃષ્ણભાઈ ઓળકિયા , સિધ્ધરાજસિંહ ગોહિલ, ધવલભાઇ ચાવડા, દિલીપભાઈ રાઠોડ, હર્ષિલભાઈ પટેલ ,ભુરીયા જગદીશભાઈ ,ઋત્વિકભાઈ ભીમાણી, ધવલભાઇ જોટાણીયા ,અંકિતભાઈ પરમાર આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી હતી.