કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાઈ બેઠક
ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૯ ગામોને પાણી પુરૂ પાડવા માટે અંદાજીત રૂા. ૨૧૭.૪૫ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.
વેરાવળ તાલુકાના મોરાજ માટે રૂા.૩.૦૬ લાખ, ખેરાળી માટે રૂા.૬.૩૯ લાખ, ઉકડીયા માટે રૂા.૪.૮૫, ખંઢેરી માટે રૂા.૬.૬૨, ઉના તાલુકાના પસવાડા માટે રૂા.૧૨.૯૬ લાખ, ખાણ માટે રૂા.૪.૪૬ લાખ, પાણખાણ માટે રૂા.૧.૮૮ લાખ, લેરકા માટે રૂા.૨.૨૩ લાખ, કાણેકબરડા રૂા.૧.૫૯ લાખ, ગીરગઢડા તાલુકાના વડલી માટે રૂા.૧૬.૬૮ લાખ, નીતલી માટે રૂા.૧૪.૨૯ લાખ, આકોલાલી રૂા.૧૪.૮૭, દ્રોણ માટે રૂ.૧૧.૨૧ લાખ, સુત્રાપાડા તાલુકાના ટીંબડી માટે રૂા.૪.૮૩ લાખ, વિરોદર માટે રૂા.૧.૯૧ લાખ, તાલુકાના પીપળવા માટે રૂા.૨૧.૪૯ લાખ, તાલાળા તાલુકાના ભીમદેવળ માટે રૂા.૧૧.૯૨ લાખ, ભોજદે માટે રૂા.૨૪.૯૦ લાખ અને મોરૂકા માટે રૂા.૫૧.૩૧ લાખના પીવાના પાણીના કામો માટે વહીવટી મંજુરી આપવામાં આવી છે. તેમજ ૧૮૨૪ ઘરોમાં નળ કનેકશન આપવામાં આવશે. આ પ્રસંગે કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડ વેરાવળના એન.એચ.રાઠોડ, યુનિટ મેનેજર વાસ્મો વી.એન.મેવાડા, જિલ્લા સંયોજક વાસ્મો ગીર સોમનાથના અલ્કા મકવાણા, નાયબ મેનેજર એમ.બી.બલવા અને આર. એસ. ખાંભલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.