બે નવી સ્વનિર્ભર કોલેજોને મંજૂરી છ કોલેજોની મંજૂરી બાકી

મેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં હાલ બીજા તબકકાની કાર્યવાહી ચાલી રહી છે. અને આગામી દિવસોમાં પેરા મેડિકલની પ્રવેશ પ્રક્રિયા શ‚ થવાની છે. ત્યારે હાલમાં આયુર્વેદની કુલ ૧૭માંથી ૧૧ કોલેજોને મંજૂરી મળી ચૂકી છે. અખંડાદાનંદ, વડોદરા અને કોલવાડા સહિતની સરકારી આયુર્વેદિક કોલેજોની મંજૂરી હજુ બાકી છે. આ ઉપરાંત આ વખતે સાવલી અને કલોલમાં બે નવી સ્વનિર્ભર આયુર્વેદ કોલેજોને પણ મંજૂરી આપવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સામાન્ય રીતે પેરા મેડિકલની કોલેજોને મંજૂરી આપવામાં કાઉન્સિલ દ્વારા થતા વિલંબના કારણે અનેક વખત પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થતો હોય છે. આ વખતે પેરા મેડિકલની પ્રવેશ પ્રક્રિયા આગામી તા.૩૧મી શરૂ થાય તે પહેલા ૧૧ આયુર્વેદ કોલેજોને મંજૂરી આપી દેવામાં આવી છે. નોંધનીય છે કે તમામ આયુર્વેદ કોલેજોએ દરવર્ષે કાઉન્સિલની મંજૂરી લેવાની હોય છે. ૧૧ કોલેજો એટલે કે ૭૪૦ બેઠકોને મંજૂરી મળી ચુકી છે. જો કે, અખંડાનંદ આયુર્વેદ, વડોદરા અને કોલવાડાની સરકારી આયુર્વેદ કોલેજની મંજૂરી બાકી છે. જે ૧૧ કોલેજોને કાઉન્સિલ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી તેમાં ૨ સરકારી, ૨ ગ્રાન્ટેડ અને ૭ સ્વનિર્ભર આયુર્વેદ કોલેજનો સમાવેશ થાય છે. સૂત્રો કહે છે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા બાકી રહેલી કોલેજોને પણ મંજૂરી આપી દેવામાં આવે તેવી શકયતાં છે. કાઉન્સિલ દ્વારા સાવલી અને કલોલમાં બે સ્વનિર્ભર આયુર્વેદ કોલેજને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બન્ને કોલેજોને ૬૦-૬૦ બેઠકોની મંજૂરી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.