નવા આયોગના ગઠનની સો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતોની વ્યાખ્યા નવેસરી કરાશે: જાટ આરક્ષણ સહિત દેશમાં ઓબીસી આરક્ષણની માંગણીઓને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબીનેટે મહત્વનો નિર્ણય કરતા રાષ્ટ્રીય પછાત જાતિ આયોગની જગ્યાએ હવે એક નવા આયોગ બનાવવાનું નક્કી કરાયું છે. કેન્દ્રીય કેબીનેટે પછાત વર્ગો માટે બંધારણીય સંસ ગઠીત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ હવે સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત લોકોના હિતમાં કામ કરવા માટે નેશનલ કમિશન ફોર સોશ્યલ એન્ડ એજયુકેશનલી બેકવર્ડ કલાસીસનું ગઠન કરવામાં આવશે.
સુત્રોના મત મુજબ આ નિર્ણયી દેશમાં ઓબીસી કેટેગરી માટે પણ એસ.સી, એસ.ટી., કમિશનની તર્જ પર એનએસઈબીસીનું ગઠન કરવામાં આવશે. આ એક સંવેધાનીક સંસ હશે. ઓબીસી યાદીમાં નવી જાતિનું નામ જોડવા અવા હટાવવા માટે સંસદની મંજૂરી જ‚રી ઈ જશે. એનએસઈબીસીના ગઠનની કેબીનેટની મંજૂરી બાદ હવે કેન્દ્ર સરકાર સંવિધાનમાં સંશોધન પ્રસ્તાવ લાવશે. હાલમાં ઓબીસી સુચીમાં જાતિઓનો ઉમેરો કરવા અવા હટાવવાનું કામ સરકારના સ્તર પર કરવામાં આવે છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર આ નિર્ણય જાટ આરક્ષણ સહિત દેશમાં ઓબીસી આરક્ષણની અન્ય માંગણીઓને ધ્યાનમાં રાખીને લઈ રહી છે. મોદી સરકારના નિર્ણયને પગલે જાતિ આધારિત નોકરીઓી લઈને અન્ય તમામ લાભો અને રાહતો પર અસર શે. નવા આયોગના ગઠન સો સામાજિક અને શૈક્ષણીક રીતે પછાતોની નવેસરી વ્યાખ્યા કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓબીસી કલ્યાણ સો જોડાયેલી સંસદીય સમીતીએ સરકાર સમક્ષ માંગ મુકી હતી કે, ઓબીસી પંચને પણ બંધારણીય દરજ્જો મળે. આ મતલબના પ્રસ્તાવ સો ઓબીસી પંચના અધ્યક્ષ ગણેશસિંહના નેતૃત્વમાં ૧૮ સભ્યોના પ્રતિનિધિ મંડળે બે દિવસ પહેલા વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત કરી હતી.
સામાજિક અને ર્આકિ રીતે પછાત લોકો માટે રાષ્ટ્રીય કમિશનનું ગઠન કરવામાં આવશે. જેના માટે સંવિધાનમાં સંશોધન કરીને અનુછેદ ૩૩૮-બી જોડવામાં આવશે. સંવિધાન અનુછેદ ૩૬૬માં ૨૮-સીની જોગવાઈને જોડતા દેશમાં સામાજિક અને ર્આકિ રીતે પછાત લોકોની પરિભાષા આપવામાં આવશે. સંવિધાનના અનુછેદ ૩૪૧ અને ૩૪૨માં અનુછેદ ૩૪૨-એને જોડતાને જોગવાઈ કરવામાં આવશે કે કેન્દ્ર સરકારની ઓબીસી યાદીમાં જાતિનું નામ જોડવા અવા હટાવવા સંસદની મંજૂરી લેવી જ‚રી બનશે.