અલગ અલગ ૧૦ સાઈટ પર એમઆઈજી, એલઆઈજી અને ઈડબલ્યુએસ કેટેગરીના ૨૦૦૦ી વધુ આવાસ બનશે
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે અલગ અલગ ૧૦ સાઈટ પર આવાસ બનાવવાની દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા બહાલી આપવામાં આવી છે. એમઆઈજી, એલઆઈજી અને ઈડબલ્યુએસ કેટેગરીના આ આવાસમાં સામાન્ય લોકો પણ અરજી કરી શકશે તેમ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું.
તેઓએ ઉમેર્યું હતું કે, મહાપાલિકાના વર્ગ-૧ અને ૨ના ૪૯ કર્મચારીઓ, વર્ગ-૩ના ૪૩૨ કર્મચારીઓ અને વર્ગ-૪ના ૩૧૯ કર્મચારીઓ માટે એમઆઈજી-૧, એલઆઈજી-૨ અને ઈડબલ્યુએસ-૨ કેટેગરીના આવાસ બનાવવા માટે અલગ અલગ ૧૦ સાઈટ ફાઈનલ કરવામાં આવી છે. આ ૧૦ સાઈટ પર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ ૨૦૦૦ી પણ વધુ આવાસ બનાવવામાં આવશે. જેમાં કર્મચારીઓ કે, અધિકારીઓ જ નહીં પરંતુ આવક મર્યાદામાં આવતા સામાન્ય લોકો પણ અરજી કરી શકશે.
આ આવાસ યોજના માટે રાજય સરકારની મંજૂરી લેવામાં આવશે. કર્મચારીઓને પણ સામાન્ય જનતાની માફક જ આવાસ મળશે. તેઓએ પણ એલોટમેન્ટ અને આવાસ નંબરની ફાળવણીની ડ્રો-પ્રક્રિયામાંી પસાર વું પડશે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ૨૬ પૈકી ૨૪ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. જયારે ૨ દરખાસ્તોને કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે.