16 પોલીસ ચોકીઓને અપગ્રેડ કરાઇ: મહેકમને મંજૂર: પાંચ જિલ્લાના પીએસઆઇ કક્ષાના પોલીસ સ્ટેશનને પી.આઇ. કક્ષાના બનાવ્યા

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આઠ પોલીસ મથકોને પી.આઇ.કક્ષામાં અને 16 પોલીસ ચોકીઓને અપગ્રેડ કરી નવી મહેકમ મંજૂર કરવામાં આવી છે.

5 જિલ્લાના પીએસઆઇ કક્ષાના 8 પોલીસ મથકોને પીઆઇ કક્ષાના કરાશે. વડનગરને મળશે પીઆઈ કક્ષાનું નવું પોલીસ સ્ટેશન રાજ્યમાં 8 નવા પોલીસ મથકો સાથે 16 નવી પોલીસ ચોકીઓને પણ મંજૂરી અપાઈ છે. પોલીસ મથકો માટે 582નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે નવીન પોલીસ ચોકી માટે 60નું મહેકમ મંજૂર કરાયું છે. આથી વડનગરને પીઆઈ કક્ષાનું પોલીસ સ્ટેશન મળશે.

ચૂંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં કરાયો હતો ધરખમ ફેરફાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી ગૃહ વિભાગને મળેલી ભલામણ અને રજૂઆત બાદ સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે પોલીસ ખાતામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ ખાતામાં વિવિધ પ્રશ્ર્નોને ઝડપી નિરાકરણ લાવવાના ઉદેશ સાથે નવી 16 પોલીસ ચોકીને મંજૂરીની મહોર મારવામાં આવી છે.

જ્યારે 16 પોલીસ ચોકીને અપગ્રેડ કરવામાં આવી છે અને પી.એસ.આઇ. કક્ષાના અધિકારી ફાળવી નવુ મહેકમને મંજૂરી આપવામાં આવી છે. મંજૂરીની સાથે વિધાનસભા ની ચૂંટણી પૂર્વે જ સ્ટાફની ફાળવણી કરી પોલીસ મથકો અને પોલીસ ચોકી કાર્યરત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.