શહેરમાં બે શાળાના નવા બિલ્ડીંગો, હોકર્સ ઝોન, રસ્તા અને પેવીંગ બ્લોકના કામ, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલના કામ સહિતની ૨૬ દરખાસ્તોને મંજૂરી અપાઈ

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમીટીની બેઠક ચેરમેન ઉદયભાઈ કાનગડની અધ્યક્ષતામાં સ્ટેન્ડીંગ કમિટી મીટીંગ રૂ મમાં યોજાઈ હતી. જેમાં રજૂ કરાયેલી તમામ ૨૬ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.  શહેરમાં હોકર્સ ઝોન, રોડ કામ, શાળા બિલ્ડીંગ, બસ સ્ટોપ, પેવીંગ બ્લોક, વરસાદી પાણીની પાઈપ લાઈન, ડ્રેનેજ લાઈન, રીટેનીંગ વોલ, ડિસીલ્ટ મશીન, મેન પાવર સહિતના વિકાસ કામોના રૂ .૧૭.૦૩ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટ દ્વારા વાર્ષિક રૂ .૧૭.૧૧ લાખની આવકની દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી.

આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં શહેરમાં વોર્ડ નં.૧૮માં આવેલી કોઠારીયા સ્ટેશન પ્રામિક શાળાનું નવું બિલ્ડીંગ રૂ .૩.૦૧ કરોડના ખર્ચે જ્યારે વોર્ડ નં.૧૩માં આવેલા અંબાજી કડવા પ્લોટ વિસ્તારની શ્યામાપ્રસાદ મુખર્જી શાળા નં.૬૯નું નવું બિલ્ડીંગ રૂ .૨.૩૧ કરોડના ખર્ચે બનાવવાના કામને મંજૂરી અપાઈ હતી. હાઈડ્રોલીક ઓપરેટેડ રિક્ષા માઉન્ટેડ ડી-સીલ્ટ મશીને ત્રણ વર્ષ માટે ચલાવવાના તા જાળવણી કરવાના રૂ .૧.૯૩ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. શહેરના વોર્ડ નં.૮માં આવેલા અમીન માર્ગ અને ૧૫૦ ફૂટ રીંગ રોડ કોર્નર પર આવેલા મનપાના પ્લોટમાં રૂ .૨૧.૬૪ લાખના ખર્ચે હોકર્સ ઝોન બનાવવાના કામને મંજૂરી અપાઈ હતી.

શહેરના વોર્ડ નં.૧૩માં આવેલા ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, ગુલાબવાડી, અમરનગર અને મહાદેવવાડી વિસ્તારની જુદી જુદી જગ્યાએ ડામર કરવાના રૂ .૩.૪૧ કરોડના ખર્ચ ઉપરાંત વોર્ડ નં.૫ની ન્યુ શક્તિ સોસાયટી વિસ્તારમાં યેલા ડ્રેનેજ કામના ચરેડા પર મેટલીંગ કામ કરવાના રૂ .૬૩.૭૧ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા બીઆરટીએસ રૂ ટનાં ગોંડલ રોડ ચોકડી પર બસ સ્ટોપના વિસ્તરણ કાર્યને રૂ .૨૧.૭૩ લાખના ખર્ચે જ્યારે કેકેવી હોલ ચોક પાસે નવું બસ સ્ટોપ રૂ .૪૩.૫૫ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે મેન પાવર સપ્લાયના કોન્ટ્રાકય દ્વારા જુદી-જુદી શાખાઓમાં ડ્રાઈવર રાખવાના કામને રૂ .૪.૬૨ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું.

શહેરના સાત વિસ્તારોમાં અલગ અલગ સનોમાં પેવીંગ બ્લોક નાખવાના રૂ .૩.૨૦ કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી. વોર્ડ નં.૭ના કિશાનપરા-૪ની મહાકાળી મેઈન રોડ પર જાગના પ્લોટ-૨૧ સુધી વરસાદે પાઈપ લાઈન નાખવાના રૂ .૨૦.૬૭ લાખના કામને મંજૂરી આપવામાં આવી હતી. શહેરના વોર્ડ નં.૧૩માં નવરંગપરા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન અને મેન હોલના કામને રૂ .૧૫.૬૪ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.૭માં આવેલી આજી નદી પાસે કપિલા હનુમાન મંદિર ખાતે રીટેઈનીંગ વોલ બનાવવાના કામને રૂ .૬૩.૫૧ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. ઉપરાંત એલઈડી સ્ટ્રીટ લાઈટ માટે ખરીદવા માટે રૂ .૫૯.૯૦ લાખના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી.

જ્યારે શહેરના ૪૭ સાઈટો પર આવેલા ‘પે એન્ડ પાર્ક’ સાઈટો પર પાર્કિંગનો કોન્ટ્રાકટ આપવાના મંગાયેલા ટેન્ડરોને પણ મંજૂર કરવામાં આવ્યા છે. આ કોન્ટ્રાકટ દ્વારા મહાનગરપાલિકા તંત્રને રૂ .૧૭.૧૧ લાખની આવક નારી છે. પે એન્ડ પાર્કનો કોન્ટ્રાકટ રાખનારા કોન્ટ્રાકટરો દ્વારા અમુક વાહન માલિકો સો ગોઠવણ કરી લઈને તેમના વાહનોને કાયમી પાર્કિંગ કરવા દઈને અન્ય વાહન માલિકોને પાર્કિંગ કરવા દેવાનો ઈન્કાર કરી દેવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આી ફરિયાદો અંગે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે અપાયેલા કોન્ટ્રાકટની શરતોમાં સુધારો કરવામાં આવ્યો છે જે મુજબ આવી ફરિયાદોમાં તથ્ય જણાશે તો કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવશે.

 ડ્રેનેજની કામગીરીમાં ખોટા વાહનો દેખાડનારા કોન્ટ્રાકટર સામે પગલા લેવાશે: ઉદય કાનગડ

 રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશને વોર્ડ નં.૧૮માં ડ્રેનેજ કામ આપેલ છે. તેમાં માટીના ફેરા યા હોય તેનું ઓફરમાં બીલ મોકલાવેલ હતું. જેમાં ૬ ટ્રેકટરના નંબર આપવામાં આવેલા હતા. એ નંબરની આરટીઓ કચેરીમાં ચકાસણી કરતા ૨ ટ્રેકટરના નંબર એવા હતા કે જે ટ્રેકટર જ ની. એક ટ્રેકટરની જગ્યાએ હિરો હોન્ડા પેસન મોટર સાયકલની નંબર નીકળતા ઓડીટરને જાણ કરી મ્યુ.કમિશનરને પગલા લેવા રજૂઆત કરી હતી. તેમ જણાવીને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, મ્યુ.કમિશનરે પગલા લઈને આ કામની જવાબદારી સંભાળનારા અધિકારીની તાત્કાલીક બદલી કરવામાં આવી છે. આ ગેરરીતિની ડેપ્યુટી મ્યુનિ.કમિશનરને તપાસ સોંપવામાં આવી છે. તપાસ બાદ કમિશનર દ્વારા કોન્ટ્રાકટર સહિતના જવાબદારો સામે યોગ્ય પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.