આજથી દીવમાં સલૂન, બાર, વાઈન શોપ, હોટેલ, રેસ્ટોરન્ટ, જિમ, સિવાયની અન્ય દુકાનો સવારે 8 થી ૪ દરમિયાન ખોલવાની પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
દીવ એસ.પી. હરેશ્વર વિશ્વનાથન સ્વામી, ડી.વાય.એસ.પી. રવિન્દ્ર શર્મા તેમજ પી.આઇ. પંકજ ટંડેલ દીવની તમામ માર્કેટોમાં આજે જે દુકાનો ખોલવામાં આવી છે ત્યાં લોકો વચ્ચે સામાજિક અંતર જળવાઈ રહે લોકો માસ્ક પહેરીને જ બહાર નીકળે તેમજ સૅનેટાઇઝિંગ કરે અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિરીક્ષણ કરવા નીકળેલા હતા. આ તમામ દુકાનો ઉપર પ્રશાસનના સૂચનોનું પાલન કરાવવા માટે વોલિયન્ટર નિમવામાં આવ્યા છે આ સાથે પોલીસ કર્મીઓ પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આમ છતાં જો કોઈ પણ જગ્યાએ પ્રશાસનના સૂચનાઓનું ઉલ્લંઘન થતું જોવા મળશે તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.