એક જ દિવસમાં 3પ હજારથી વધુ કેરીના બોકસની આવક

ભીમ અગિયારસ નો તહેવાર નજીક માં આવતો હોઈ આજે ગોંડલ નું માર્કેટ યાર્ડ કેસર કેરી થી ઉભરાઈ ગયું હતું. છેલ્લા 2-3 દિવસ માં 60 હજાર થી પણ વધુ બોક્સ ની આવક થવા પામી છે. ફળોની રાણી ગણાતી કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસ થીજ આવક જોવા મળી હતી. મુખ્યત્વે જૂનાગઢ – ગીર – તાલાલા – ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 35 હજાર જેટલા બોક્સની આવક થવા પામી છે. હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 400 થી 900 સુધી ના ભાવ મળી રહ્યા છે.

ઉનાળા ની મોસમ માં કેરી ની સીઝન માં ભારતીય લોકો કેસર નો સ્વાદ તો માણતા જ હોઈ છે પરંતુ હવે સાત સમુન્દર પાર એટલેકે કુવેત , લંડન , ઓસ્ટ્રેલિયા – દુબઇ આફ્રિકા  શીપ ક્ધટેનર તથા એર ક્ધટેનર દ્વારા ગોંડલ ના વ્યાપારીઓ દ્વારા  પહોંચતી કરાઈ છે.  અને સ્વાદ રસિકો સૌરાષ્ટ્રની અસલ કેસર નો સ્વાદ માણે છે

ગોંડલ યાર્ડમાં બામણાસા, બાબરીયા, ઉના, તાલાલા, જસાધાર, કંટાળા સહિતના પંથકોમાંથી કેસર કેરીની આવક થાય છે. કેરી પકવતા ખેડૂતોને કેરીના સારા એવા ભાવ મળી રહ્યા છે. ભીમ અગિયારસ નો તહેવાર આવતો હોઈ આગામી દિવસોમાં કેરીની આવક હજુ વધશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.