‘તાઉતે’ વાવાઝોડું આવી ને તબાહી મચાવી ગયું. પણ તે તબાહી પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે નુકસાની જોવા મળી હતી. આ સાથે અમુક વિસ્તારોમાં લાંબા સમય સુધી વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. જયારે વીજ પુરવઠો પાછો શરૂ કરવા અસરગ્રસ્ત વિસ્તારોમાં એપ્રેનટીસ લાઈન સ્ટાફને કાર્યરત કરવામાં આવ્યા છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠાને પાછો ચાલુ કરવા એપ્રેનટીસ લાઈન સ્ટાફને મોકલવામાં આવ્યો હતો. પણ તે લોકોમાટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી ના હતી. આ વ્યવસ્થા બાબતે ઉનામાં નાયબ ઈજનેરની કચેરીએ જઈ આ લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ નિર્ણય PGVCLના એમ.ડીનો અણધડ નિર્ણય પુરવાર થઈ રહ્યો છે.