અબતક-રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે સાંજે નવ સિનિયર આઇએએસની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં 2006ની બેચના સનદી અધિકારી અને હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર શહેરી વિકાસ અને આવાસના ડિરેક્ટર ઓફ એસેટ્સ તરીકે જવાબદારી વહન કરી રહેલા રવિકુમાર અરોરાને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. તેઓની બદલી કરવામાં આવી નથી હાલ તેઓ દિલ્હીમાં જ ફરજ બજાવી રહ્યા છે.
વલસાડ અને નવસારી કલેકટર તરીકે સર્વોત્તમ કામગીરી કર્યા બાદ કેન્દ્રીય શહેરી અને આવાસના ડિરેકટર ઓફ એસેટ્સ તરીકેની કામગીરીને ધ્યાનમાં રાખી સુપર ટાઈમ સ્કેલમાં બઢતી
રવિકુમાર અરોરાએ ગુજરાતમાં વલસાડ જિલ્લા કલેક્ટર અને નવસારી જિલ્લાના કલેક્ટર તરીકે સર્વોત્તમ કામગીરી કરી હતી. નવસારીમાં સ્મોક ફ્રી સિટી તરીકેની તેઓની કામગીરીની સર્વત્ર સરાહનીય થઇ હતી. કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં ભાજપની સરકાર બન્યા બાદ થોડા વર્ષો બાદ રવિ કુમાર અરોરાને ડેપ્યુટેશન પર દિલ્હી લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓ કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસના ડિરેક્ટર ઓફ એસેટ્સ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. તેઓને પ્રમોશન આપવામાં આવ્યું છે અને ટાઇમ સ્કેલ બઢતી આપવામાં આવી છે. તેઓની બદલી કરવામાં આવી નથી.
રવિકુમાર અરોરા હંમેશા એક સનદી અધિકારી તરીકે જમીની લોકો સાથે જોડાયેલા રહ્યા છે. તેઓને જ્યારે-જ્યારે જે-જે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે તેઓએ ખંતપૂર્વક કામગીરી બજાવી છે. તેઓએ જે શહેરોમાં કામ કર્યું ત્યાં તેઓએ આમૂલ પરિવર્તન આલ્યું છે.
તેઓની કામગીરીની સમયાંતરે રાજ્ય સરકારે પણ સરાહના કરી છે. હાલ તેઓ ડેપ્યુટેશન પર દિલ્હીમાં સારી કામગીરી કરી રહ્યા છે. તેઓની બદલી કરવામાં આવી નથી. પરંતુ તેઓને ટાઇમ સ્કેલ બઢતી આપવામાં આવી છે.
વડોદરાના કલેક્ટર આર.બી.બારડને પહેલા વન-પર્યાવરણ વિભાગમાં મૂકાયા બાદ કલાકોમાં જીપીસીબીના ચેરમેન બનાવાયા
ગુજરાતના 9 આઇએએસ અધિકારીઓની બદલી અને બઢતી
રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે મોડી સાંજે 9 આઇએએસ અધિકારીઓની બદલી સાથે બઢતી કરવામાં આવી છે. વડોદરાના જિલ્લા કલેક્ટર આર.બી.બારડને પહેલા વન પર્યાવરણ વિભાગમાં મુકવામાં આવ્યા હતા ત્યારબાદ ગણતરીની કલાકોમાં જ ફરી નવો હુકમ કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન બનાવી દેવામાં આવ્યા હતાં.ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે સાંજે 9 આઇએએસની બદલી કરવામાં આવી છે. જેમાં ડો.અજયકુમારને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીના અંગત સચિવ બનાવવામાં આવ્યા છે. પ્રવાસન નિગમના એમડી જેનુ દેવનને બઢતી સાથે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ બનાવવામાં આવ્યા છે.
રોજગાર અને તાલિમ વિભાગના નિયામક બઢતી સાથે પ્રવાસન નિગમના એમડી બનાવવામાં આવ્યા છે. રવિકુમાર અરોડાના સુપર ટાઇમ સ્કેમમાં બઢતી આપવામાં આવી છે અને કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસના ડિરેક્ટર ઓફ એસેટ્સ બનાવાયા છે. વડોદરાના કલેક્ટર આર.બી. બારડને પ્રથમ હુકમમાં વન અને પર્યાવરણ વિભાગમાં મુકવામાં આવ્યા હતા ત્યારબાદ ગણતરીના કલાકોમાં નવો સિંગલ હુકમ કરી બઢતી સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે.એમ.ડી.મોડીયાને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી આપવામાં આવી છે અને મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી નિયુક્ત કરાયા હતા. સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સના ડી.જી.પટેલને સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે. રજીસ્ટાર સહકારી મંડળીના ડી.પી.દેસાઇને ઔડાના સીઇઓ બનાવવામાં આવ્યા છે. જ્યારે ઔડાના સીઇઓ અજીત ગોરને વડોદરાના જિલ્લા કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે મોડી સાંજે 9 આઇએએસ અધિકારીઓની બદલી સાથે બઢતી કરવામાં આવી છે. વડોદરાના જિલ્લા કલેક્ટર આર.બી.બારડને પહેલા વન પર્યાવરણ વિભાગમાં મુકવામાં આવ્યા હતા ત્યારબાદ ગણતરીની કલાકોમાં જ ફરી નવો હુકમ કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન બનાવી દેવામાં આવ્યા હતાં.ગુજરાત સરકાર દ્વારા ગઇકાલે સાંજે 9 આઇએએસની બદલી કરવામાં આવી છે. જેમાં ડો.અજયકુમારને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી આપવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીના અંગત સચિવ બનાવવામાં આવ્યા છે. પ્રવાસન નિગમના એમડી જેનુ દેવનને બઢતી સાથે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ બનાવવામાં આવ્યા છે. રોજગાર અને તાલિમ વિભાગના નિયામક બઢતી સાથે પ્રવાસન નિગમના એમડી બનાવવામાં આવ્યા છે.
રવિકુમાર અરોડાના સુપર ટાઇમ સ્કેમમાં બઢતી આપવામાં આવી છે અને કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસના ડિરેક્ટર ઓફ એસેટ્સ બનાવાયા છે. વડોદરાના કલેક્ટર આર.બી. બારડને પ્રથમ હુકમમાં વન અને પર્યાવરણ વિભાગમાં મુકવામાં આવ્યા હતા ત્યારબાદ ગણતરીના કલાકોમાં નવો સિંગલ હુકમ કરી બઢતી સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે.એમ.ડી.મોડીયાને સુપર ટાઇમ સ્કેલમાં બઢતી આપવામાં આવી છે અને મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી નિયુક્ત કરાયા હતા. સુપ્રીન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સના ડી.જી.પટેલને સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે. રજીસ્ટાર સહકારી મંડળીના ડી.પી.દેસાઇને ઔડાના સીઇઓ બનાવવામાં આવ્યા છે. જ્યારે ઔડાના સીઇઓ અજીત ગોરને વડોદરાના જિલ્લા કલેક્ટર બનાવવામાં આવ્યા છે.