શ્રેષ્ઠ ગુણવતાનો રાષ્ટ્રપતી એવોર્ડ મેળવી ચૂકેલી કંપની
સૌરાષ્ટ્રના મોટા ગજાના ઉદ્યોગ ગૃહો પૈકીનું એક અને લગભગ 100 કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતી કંપની, 700 થી વધુ કર્મચારીઓનો પરિવાર, 500 થી વધુ ડિલરો અને 15 થી વધુ ડિસ્ટ્રીબ્યુટરોનો વિશાળ પરિવાર ધરાવતું ભારતના કુલ 28 રાજ્યોમાંથી 15 રાજ્યોમાં જેમની ઓફિસો પથરાયેલી છે.
એશીયન અને આફ્રીકન દેશોમાં નિકાસ કરતું ઔદ્યોગીક એકમ એન્જલ પંપ્સની તાજેતરમાં રાજકોટમાં યોજાયેલ સભામાં જંગી મેદની વચ્ચે વડાપ્રધાને એન્જલ પંપ્સની નોંધ લઈ તેમના ઔદ્યોગીક એકમોને બીરદાવ્યું હતું.1800થી વધુ મોડલની શ્રેણી ધરાવતી એન્જલ પંપ્સ પોતાની ગ્રાહક સર્વિસ અને ઉત્તમ ગુણવતાથી દેશ અને દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. તેમની આ ગુણવતાયુક્ત ઉપલબ્ધતાથી ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતી પ્રણવ મુખર્જીના હસ્તે રાષ્ટ્રપતી એવોર્ડ પણ મળેલ છે.
સૌરાષ્ટ્રના આ મોટા ઉદ્યોગીક એકમ પંપ્સના ઉદ્યોગ ઉપરાંત સીરામીક, બાંધકામ, કેબલ, પાઈપ, સોલાર, બ્રિક્સ સહિતના ઉદ્યોગ સાથે પણ કાર્યરત છે. એન્જલ પંપ્સના ચેરમેન શિવલાલભાઈ આદ્રોજાના વડપણ હેઠળ કાર્યરત કંપનીના અન્ય ડીરેક્ટરો અશ્ર્વીનભાઈ આદ્રોજા, કિરીટભાઈ આદ્રોજા, જીગ્નેશભાઈ આદ્રોજા, ધ્રુવભાઈ આદ્રોજા, સાહિલભાઈ આદ્રોજા સહિતના કાર્યરત છે. કંપનીને સતત આગળ વધારી રહ્યા છે. વડાપ્રધાન દ્વારા લેવાયેલ એન્જલ પંપ્સની નોંધથી તેમના મિત્રો, શુભેચ્છકો, ડિલરો, ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા આદ્રોજા પરિવાર ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.