ભારે વરસાદને પગલે ટ્રેનની અવર જવરમાં અવરોધ ઉભા થતા ૧૦૦ કર્મીઓ લાગ્યા કામે
રાજકોટ રેલવે મંડળના સુરેન્દ્રનગર ચમારજ ખંડમાં ઘણી જગ્યાએ રેલવેના પાટાની નીચેની માટી વહી જવાથી તથા ટ્રેક પર પાણી ભરાઈ જવાથી રાત્રે લગભગ ૯.૪૦ એક લાઈન પર ટ્રેનોની અવર જવરમાં અવરોધ આવી ગયો હતો. રેલવે દ્વારા આવી પરિસ્થિતિની તુરંત સૂચના માટે દિવસ રાત પેટ્રોલ મેનની ડયુટી લગાવાય છે. સૂચના મળતા જ એન્જીનીયરીંગ વિભાગના અધિકારીઓએ માર્ગદર્શનમાં જે લાઈનો ને અસર થઈ હતી તે લાઈનો પર રેસ્ટોરેશન તેમ ટ્રેકને મજબૂત બનાવવાનું કાર્ય યુધ્ધના ધોરણે શરૂ કરવામા આવ્યું હતુ. ભારે વરસાદ, ભારે પવન જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ લગભગ ૧૦૦ ગેંગમેન તથા એન્જીનીયરીંગ વિભાગના અધિકારીઓ કાર્યમાં રાત દિવસ લાગી ગયા હતા.
રિપેરીંગ માટેનો જરૂરી સામાન જેમાં મોટામોટા પથ્થર, પથ્થરનો જીણો ચૂરો, ગીટ્ટી, જેવી જરૂરી સામગ્રી સાથે ૯ વેગનની વિશેષ માલગાડી સુરેન્દ્રનગરથી ચલાવવામાં આવી આ ખંડ પર મુંબઈ તરફ જતી ટ્રેનોને સીંગલ લાઈન કાર્ય પધ્ધતિથી નિર્ધારીત સ્પીડ સાથે ચલાવવામાં આવી કંટ્રોલ રૂમ પરથક્ષ પુરી સ્થિતિની સમીક્ષા તથા જરૂરી નિર્દેશ રાજકોટ મંહળ રેલ પ્રબંધક પરમેશ્ર્વર ફૂંકવાલ તથા વરિષ્ઠ મંડલ એન્જીનીયર એન.કે લોહિયા દ્વારા અપાયા ટીમ વર્કનું ઉદાહરણ આપતા વાણિજય વિભાગની ટીમ દ્વારા રાહત કાર્યમાં જોડાયેલા બધા કર્મચારીઓ માટે સાઈટ પર ભોજન, ઉપલબ્ધ કરાયું ત્યારબાદ ૧૦ ઓગષ્ટે ૩.૩૫ રેસ્ટોરેશનનું કાર્ય પૂરૂ કરાયું.
ઉલ્લેખનીય છે કે હાલ મોરબી, માળીયામીયાણા, નવલખી ખંડમાં મોરબીનાં મચ્છુ ડેમમાંથી વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તથા ભારે વરસાદના કારણે રેલ યાતાયાત પણ પ્રભાવિત છે.જેને જલદીથી પૂરૂ કરવામાં આવશે.