ઘુમલી ગામે (ભાણવડ તાલુકો) આશાપુરા મંદિરના મહંતની લુંટારુઓ લુંટી અને મહંત સ્વ.હસુભાઈની હત્યાને સામાજિક કાર્યકર સતુભા જાડેજાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે અને લુંટારુઓને પકડી સખ્તમાં સખ્ત સજા અને હસુભાઈ પુજારીના પરીવારને સહાય તેમજ જો હત્યારાને ટુંક સમયમાં પકડવામાં નહીં આવે અને સહાય ચુકવવામાં નહીં આવે તો પડધરી ખાતે રાજપુત ક્ષત્રિય સમાજને નાછુટકે રોડ ઉપર આવીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી સાથે સામાજિક કાર્યકર દ્વારા મામલતદારને આવેદન અપાયું છે.
આ સાથે અવાર-નવાર નોટબંધીની રજુઆત કરેલ કે નાના અને મધ્યમ વર્ગના માણસોની પાસે જુની નોટ ૫૦૦/૧૦૦૦ની નાની સંખ્યામાં ૨૦૦૦ કે ૫૦૦૦ જેવી રહી ગયેલ છે. કારણ પણ લાંબો સમય બહાર ગામ જવાથી કોઈના માતા કે પિતાએ અરસામાં બીમારીથી મૃત્યુ પામેલ હોય તો ખાસ ગુજરાતની અને દેશની જનતા માટે સીએમ કે પીએમ જનતા માટે પોઝીટીવ વિચારી અને નાના માણસોના પરસેવાના પૈસા કાગળ ન બની જાય અને તમારી સરકારીનું એક છોગુ ઉમેરી અને એક દિવસ માટે બેંકમાં કે પોસ્ટમાં પૈસા બદલી આપે કાં બેંકમાં જમા કરાવી શકે. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર સારી સરકારનો અહેસાસ કરાવે.
આ ઉપરાંત ખેડુતોની મગફળી સરકાર ખરીદીમાં ખુબ જ મોડુ કરે છે અને પૈસા પણ મોડા આપે છે તો તેમાં સુધારો કરી વહેલાસર ખરીદી કરો અને તરત જ પૈસા ચુકવો તેવી રજુઆતો આવેદનના અંતે કરવામાં આવી છે.