ડીસીબી ઝોન-1 અને ડીસીબી ઝોન- 2 માં પાંચ પીએસઆઇની નિમણુંક

અબતક,રાજકોટ

રાજકોટનાં જાણીતા ઉધોગપતિ સખીયા બંધુએ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચ સામે કમિશનબાજીનાં કરેલા આક્ષેપોથી રાજયનાં પોલીસ વડા આશિષ ભાટીયાએ આકરા તેવર બતાવી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનાં તમામ અધીકારીઓ બદલાવી નાખ્યા છે. જેને પગલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે  10 ફોજદારોની આંતરીક બદલીનાં હુકમ કર્યા છે. જેમાં ડીસીબી ઝોન-1 અને ડીસીબી ઝોન – ર માં પાંચ પીએસઆઇની નીમણુંક કરવામાં આવી છે.

વધુ વીગત મુજબ ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસ કમિશનર અગ્રવાલ સામે આક્ષેપો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જેના પગલે તપાસ નીમવામાં આવી છે. ઇન્કવાયરી ચાલુ છે ત્યારે રાજયનાં પોલીસ વડાએ ગઇકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીનાં તમામ અધીકારીઓને સંવેદનશીલ સ્થળોએ બદલી કરી છે.શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મોડી સાંજે 10 પીએસઆઇની આંતરીક બદલીનાં હુકમો કર્યા છે. જેમાં ભકિતનગરનાં એમ. જે. હુણને ડીસીબીમાં , યુની. એ.બી. વોરાને ડીસીબીમાં , ક્ધટ્રોલ રૂમનાં ડી.જે. કડછાને ડીસીબીમાં, માલવીયાનગર વી.કે. ઝાલાને  ડીસીપી ઝોન 1 , થોરાળાનાં એ.એલ. બારસીયાને ડીસીપી ઝોન -ર માં , ખાસ શાખાનાં બી.ટી. ગોહીલને પેરોલ ફર્લો સ્કવોડમાં , દક્ષીણ એસીપીનાં રીડર પી.એન. પરમારને માલવીયાનગર , પુર્વ વિભાગનાં એસીપી રીડર પી.એન. ત્રીવેદીને થોરાળા , પશ્ચિમ એસીપીનાં રીડર આર.એચ. કોડીયાતરને યુનિવર્સિટીમાં અને ઉતર વિભાગ એસીપીનાં રીડર એચ.એન. રાયજાદાને ભકિતનગર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.