ચેરમેન શિવરાજસિંહ ઝાલા અને પ્રમુખ કુલદિપસિંહ જાડેજા સહિત 13 યુવા વકીલોને અભિનંદન પાઠવતા સિનિયર એડવોકેટ
વકિલાતનો વ્યવસાય કરતા જુનિયર વકીલોના કાયદાકીય પ્રશ્ર્નો તથા અન્ય પ્રશ્ર્નો માટે વર્ષોથી એટલ કે સને 2007થી કામ કરતુ જુનિઅર એડવોકેટ એસોસીએશન હવેથી સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓના જુનિઅર એડવોકેટોને પ્રોત્સાહન તથા કાયદાકીય પ્રશ્ર્નો માટે નિરાકરણ થઇ શકે તે હેતુથી પોતાના નામમાં ફેરફાર કરી સૌરાષ્ટ્ર જુનિઅર એડવોકેટ એસોસીએશનના કામ કરશે. એસોસીએશનની મળેલી બેઠકમાં તથા વર્ષ 2021-22 માટે હોદેદારો તરીકે ચેરમેન પદે શિવરાજસિંહ ઝાલા, પ્રમુખ પદે કુલદિપસિંહ જાડેજા, ઉપપ્રમુખ પદે, જી.કે. ચાવડા, સહદેવસિંહ જાડેજા, મહામંત્રી તરીકે જયરાજસિંહ જાડેજા, અનિલભાઇ પરસાણા સહમંત્રી તરીકે ચંદ્રસિંહ તલાટિયા અને સંગઠન મંત્રી તરીકે કૃણાલ દવે, વિવેક ધનેશા, મિડીયા ઇન્ચાર્જમાં આર.એ. પરમાર અને આર.ડી.ઝાલાની સર્વાનુમતે નિમણુંક આપવામાં આવેલી છે. તેમજ કરોબારી સભ્યોની પણ નિમણુંક કરવામાં આવેલ છે.
નિમણુંકને ફાઉન્ડર ચેરમેન બળવંતસિંહ રાઠોડ, જીતેન્દ્ર એચ. પારેખે બહાલી આપી છે. અને ઉપરોકત નિમણુંકને એસોસીએશનની સલાહકાર સમિતીના સભ્યો બલભદ્રસિંહ ચુડાસમા, બહાદુરસિંહ ઝાલા, એચ.એલ. જાડેજા, આર.ડી. ઝાલા નંદકિશોર ત્રિવેદી, જે.વી. ચોટલીયા, એસ.બી. ગોહિલ, પી.ટી. જાડેજા, પ્રકાશસિંહ ગોહેલ, નિલેશ દવે અને રૂપરાજસિંહ પરમારએ નિમણુંકોને આવ કારેલી છે.સૌરાષ્ટ્ર જુનિઅર એડવોકેટ એસોસીએશનના હોદ્દેદારોની વરણીને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલ, બાર પ્રમુખ બકુલભાઇ રાજાણી, અંશભાઇ ભારદ્વાજ, મેયર અને એડવોકેટ પ્રદિપભાઇ ડવ, સીનીયર ધારાશાસ્ત્રી પિયુષભાઇ શાહ, ભગીરથભાઇ ડોડિયા, હુસેનભાઇ શમા, અર્જુનભાઇ પટેલ અને સેક્રેટરી જીજ્ઞેશ જોષીએ શુભેચ્છા પાઠવી છે.