તાજેતરમાં ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા અમદાવાદ મુકામે હોટલ કોર્ટયાર્ડ મેરીટમાં પ્રમુખ પરિમલભાઇ નથવાણીના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં ગુજરાતના ર8 જીલ્લાના પ્રતિનિધિ ઉપસ્થિત રહેલ. મીટીંગની અંદર 4 વર્ષના ઓડીટ હિસાબો રજુ કરેલ. અને નવા વર્ષના હોદેદારોની જાહેરાત કરવામાં આવેલ. ગુજરાત ફૂટબોલ એસોસીએશનના હોદેદારો 4 વર્ષ માટે જેમાં પ્રમુખ પરિમલભાઇ નથવાણી (રિલાયન્સ ગ્રુપ) અમદાવાદ, ઉપપ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા (સરગમ કબલ) રાજકોટ, મંત્રી મુળરાજસિંહ ચુડાસમા (ભાવનગર) તથા ખજાનચી મયંકભાઇ બુચ (ભરુચ)ની નિમણુંક કરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ ફુટબોલ એસો.માં રાજકોટના ગણનાપાત્ર હોદેદારોને પ્રતિનિધિત્વ મળેલ. જેમા રાફેલ ડાભી, ગુજરાતના બોયઝ સીનીયર સીલેકટર જયેશભાઇ કનોજીયા, બોયઝ જુનીયર સીલેકટર અને રોહિતભાઇ બુંદેલા રેફરી કમીટીના ચેરમેન તથા એકઝીકયુટીવ ના મેમ્બરે આ બધાની નિમણુંક થયેલ. આ મીટીંગ ની અંદર કોરોના થયા બાદ સમગ્ર ગુજરાતની ફુટબોલ રમતની સ્પર્ધા માટે નકકી કરેલ છે. મીનીંગની અંદર ગુણવંતભાઇ ડેલાવાળાએ સુચન કરેલ કે સંતોષ ટ્રોફી રાજકોટમાં રમાઇ તેવી માંગણી કરેલ છે.