રાજકોટના પોલીસ કમીશ્નર તરીકે ૧૯૯૫ની બેંચના કર્મનીષ્ટ અધિકારી IPS રાજુ ભાર્ગવની નિયુક્તિ આજ રોજ કરવામાં આવી છે, રાજકોટના પોલીસ કમિશ્નર તરીકે નિમણુક પામતા પહેલા તેઓ એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (આર્મ્ડ યુનિટ) તરીકે ગાંધીનગરમાં કાર્ય કરતા હતા અને હાલ હવે તેમની નિમણુક રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે થઈ છે,
રાજકોટ શહેર છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ અને ખાસ પોલીસ કમિશ્નર ખુર્શીદ એહમદના હાથમાં હતો અને તેઓ રાજકોટની ધુરા સંભાળતા હતા તેઓને પોલીસ કમિશ્નર તરીકેની વધારાની જવાબદારી માંથી મુક્ત કરાયા હતા.
રાજુ ભાર્ગવએ ૧૯૯૫ની બેચના IPS ઓફિસર
રાજુ ભાર્ગવ 1995 બેચના IPS અધિકારી છે અને તેમને અગાઉ સેન્ટ્ર ડેપ્યુટેશનમાં કેન્દ્રમાં મૂકાયા હતા અને ત્યાર બાદ તેઓ પરત આવ્યા હતાં. સેન્ટ્રલ ડેપ્યુટેશનથી પરત આવ્યા બાદ પોસ્ટિંગ બાકી હતું અને તે દરમ્યાન તેમને આર્મ્ડ યુનિટમાં ADGP (ગાંધીનગર) તરીકે સેવા આપતા હતા.
આજ રોજ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહીતના ટોચના નેતાઓ રાજકોટની મુલાકાતે છે અને આ જાહેરાત થતાની સાથે રાજકોટના પોલીસ બેડા હવે શાંતિનો માહોલ સ્થાપિત થાય તેમ મનાય રહ્યું છે
રાજકોટ શહેરના પૂર્વ પોલીસ કમિશ્નર IPS મનોજ અગ્રવાલ સામે ગભીર આક્ષેપો થયા હતા અને ત્યાર બાદ તેમની બદલી રાજકોટથી જુનાગઢ ખાતે કરાઈ હતી ત્યાર આજ દિન સુધી રાજકોટ પોતાના કાયમી કમિશ્નરને ઝંખી રહ્યું હતું, હવે રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે રાજુ ભાર્ગવ આવતા જ હવે રાજકોટની પોલીસ અને કાયદાની વ્યવસ્થા વધુ સુચારૂરૂપથી ચાલશે.