જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ દ્વારા 12 જેટલા આઈએએસ અધિકારીઓને મતદારયાદી ઓબ્ઝર્વરની જવાબદારી સોંપાઈ
જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ દ્વારા 12 જેટલા આઈએએસ અધિકારીઓને મતદારયાદી ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં રાજકોટના મતદારયાદી નિરીક્ષક તરીકે આઈએએસ એમ.એ.પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે.
હાલ તમામ જિલ્લામાં મતદાર યાદીની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી ઝડપથી થાય અને તેના ઉપર સતત મોનીટરીંગ રહે તેવા ઉદ્દેશ સાથે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના 12 આઈએએસ અધિકારીઓને વિવિધ જિલ્લામાં મતદાર યાદી નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં સેટલમેન્ટ કમિશ્નર એન્ડ ડિરેક્ટર ઓફ લેન્ડ એમ.એ.પંડ્યાને રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. જ્યારે કમિશ્નર ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલોપનેન્ટ કે.કે.નિરાલાને અમદાવાદ અને ગાંધીનગર, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્સ જેનું દેવનને વડોદરા, ખેડા અને આણંદ, કમિશ્નર ઓફ રિલીફ એન્ડ એક્સ ઑફિસીઓ સેક્રેટરી અલોક કુમાર પાંડેને દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર, એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર ડો. કુલદીપ આર્યાને કચ્છ અને મોરબી, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના ડિરેક્ટર રવિ શંકરને સુરત અને તાપી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડી એસએજી સુપ્રીતસિંઘ ગુલાટીને દાહોદ, છોટા ઉદેપુર અને પંચમહાલ, કમિશ્નરેટ ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ડી.એન.મોદીને જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, ગુજરાય હાઉસિંગ બોર્ડના કમિશ્નર આર.એસ.નિનામાંને બોટાદ, ગાંધીનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર ઉદિત અગ્રવાલને ભરૂચ અને નર્મદા, સ્પીપાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ વિજયકુમાર ખરાડીને બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, હાઉસિંગ ડીપાર્ટમેન્ટના સેક્રેટરી આર.જી. ગોહિલને નવસારી, વલસાડ અને ડાંગ તથા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના એમડી ડી.એચ. શાહને સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.