સુપ્રિમના કોલેજીયમે ગોધરા, હિંમતનગર,  વડોદરા, પાલનપુરના પ્રિન્સીપાલ જજ, હાઈકોર્ટના દિવ્યાંગ સરકારી વકીલ અને  સિનિયર વકીલની  ભલામણ કરી ‘તી

કેન્દ્રીય કાયદા મંત્રાલયે ગુજરાતના પાંચ જિલ્લાના પ્રિન્સિપલ જજને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂંક કરી છે. જેમાં સુસાન વેલન્ટાઈન પિન્ટો, હસમુખભાઈ દલસુખભાઈ સુથાર, જિતેન્દ્ર ચંપકલાલ દોશી, મંગેશ રમેશચંદ્ર મેગ્ઝ, દિવ્યેશકુમાર કસ અમૃતલાલ જોશીનો સમાવેશ ડો. થાય છે. મહત્વનુ છે કે, સુસાન વેલન્ટાઈન પિન્ટોએ હિંમતનગરના   સેશન્સ કોર્ટમાં.   હસમુખભાઈ દલસુખ સુથારએ પાલનપુરની સેશન્સ કોર્ટમાં, જીતેન્દ્ર ચંપકલાલ દોશીએ ગોધરાની  સેશન્સ કોર્ટમાં, મંગેશ રમેશચંદ્ર મેંગ્યું. એ વડોદરાની જિલ્લા અને સેશન્સ કોર્ટમાં પ્રિન્સિપલ જજ તરીકે કાર્યરત છે.

માર્ચ માસની શરુઆતમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં મળેલી પાંચ જજોની કોલેજિયમે ગુજરાતના પાંચ જિલ્લાના પ્રિન્સિપલ જજ અને બે એડ્વોકેટ્સની હાઈકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂંક કરવા માટેની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી હતી. જેમાં સિટી-સિવિલ સેશન્સ કોર્ટમાં વર્ષોથી વકીલાત તરીકે પ્રેક્ટિસ કરતા દેવેન મહેન્દ્રભાઈ દેસાઈ અને હાઈકોર્ટમાં વર્ષોથી વકીલાત કરતા એવા દિવ્યાંગ આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર મોક્ષા કિરન ઠક્કરનો સમાવેશ થાય છે.

આ બંને એડ્વોકેટ્સને હાઈકોર્ટના જસ્ટિસ તરીકે નિમવા અંગેનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. હાલ ગુજરાત હાઈકોર્ટમાં 52 જસ્ટિસની મહેકમ છે, જેની સામે હાલ 24 જસ્ટિસ કાર્યરત છે. હવે આ પાંચ જસ્ટિસના શપથ ગ્રહણ બાદ, હાઈકોર્ટમાં જસ્ટિસની સંખ્યા 29 થશે. હાઈકોર્ટના આ પાંચ જસ્ટિસની નિમણૂંક અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.