પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબ અને ચંડીગઢના ચૂંટણી પ્રભારી બનાવાયા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડા દ્વારા લોકસભાની આગામી ચૂંટણી માટે અલગ અલગ રાજ્ય તથા કેન્દ્ર શાષિત પ્રદેશ માટે ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબ અને ચંદીગઢના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત અંદમાન- નિકોબારના પ્રભારી તરીકે વાય. સત્યકુમાર,અરુણાચલ પ્રદેશના પ્રભારી તરીકે અશોક સિંધલ,બિહારના પ્રભારી તરીકે વિનોદ તાવડે અને દિપક પ્રકાશ, ચંદીગઢના પ્રભારી તરીકે વિજયભાઈ રૂપાણી, દમણ અને દીવના પ્રભારી તરીકે પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલ, ગોવાના પ્રભારી પડે આશિષ સુદની નિયુક્તિ કરવામાં આવી છે.
હરિયાણાના ચૂંટણી પ્રભારીપદે સાંસદ બીપલવ કુમાર દેવ અને સુરેન્દ્ર નાગર હિમાચલના પ્રભારી તરીકે શ્રીકાંત શર્મા અને સંજય ટંડન જમ્મુ કાશ્મીરના રબારી તરીકે તરુણ ચુધ અને આશિષ શુદ્ધ ઝારખંડના પ્રભારી પદે લક્ષ્મીકાંત વાજપેયી, કર્ણાટકના પ્રભારી તરીકે ડો. રાધા મોહનદાસ અગ્રવાલ અને સુધાકર રેડી, કેરલના પ્રભારી તરીકે પ્રકાશ જાવડેકર લદ્દાખના પ્રભારી તરીકે તરુણ ચુધ, લક્ષદીપના પ્રભારી તરીકે અરવિંદ મેમણ,મધ્યપ્રદેશના પ્રભારી તરીકે ડો.મહેન્દ્રસિંહ અને સતીશ ઉપાધ્યાય ઓડિસાના પ્રભારી તરીકે વિજયપાલ સિંહ તોમાર અને લતા ઉસેડી, પોંડીચેરીના પ્રભારી પદે, નિર્મલ કુમાર સુરાણા પંજાબના પ્રભારી તરીકે વિજયભાઈ રૂપાણી અને ડો.નરેન્દ્ર સિંહના પ્રભારી તરીકે ડોક્ટર દિલીપ જયસ્વાલ તામિલનાડુના પ્રભારી પદે અરવિંદ મેમણ અને સુધાકર રેડી ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે વેજયન્ત પાંડા ઉત્તરાખંડના પ્રભારી તરીકે દુષ્યંતકુમાર ગૌતમ જ્યારે પશ્ચિમ બંગાળના પ્રભારી તરીકે મંગલ પાંડે અમિત માલવિયા અને આશા લાકડાની નિયુક્તિ કરવામાં આવી છે.