ઇવીએમ ચેકિંગ ટ્રાન્સપોર્ટેશન, સ્ટ્રોગ રૂમ, ચેકીંગ, બુથ મેપીંગ અને સર્વપક્ષીય બેઠકનું કામ ઇલેકશન કો.ઓર્ડિનેટરો કરશે
આમ આદમી પાર્ટીએ પ્રદેશ કક્ષાથી લઈને વિધાનસભા કક્ષા સુધીના ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટરોની નિમણૂક કરવામાં આવી છે: પ્રદેશ કક્ષાએ હરીશ કોઠારી, જીતેન્દ્ર ઉપાઘ્યાય એમ.એમ. શેખ, પ્રણવ ઠકકરને પ્રદેશ ઇલેકશન કમિશ્નર કો. ઓર્ડીનેટર રૂપે જવાબદારી ભાજપ: વાળા ઇલેક્શન કમિશન સાથે કંઈ ગડબડ કરી શકે છે, એટલા માટે ઇલેક્શન કમિશનમાં પણ આમ આદમી પાર્ટી હવે હાજર રહેશે
અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનની ચાર અલગ અલગ યાદી બહાર પાડવામાં આવી હતી. ત્યારપછી ઉમેદવારોની યાદી બહાર પાડી અને વિધાનસભા લેવલે આમ આદમી પાર્ટીની કામગીરી મજબૂત થાય એવું પગલું ભરવામાં આવ્યું. વધુ એક નવી નિમણૂકો આમ આદમી પાર્ટી તરફથી થઈ રહી છે. જેવી રીતે ચૂંટણી લડવા માટે તમામ પ્રકારની વ્યવસ્થાની જરૂર પડે, ગ્રાઉન્ડ ઉપર એક્ટિવિટીની પણ જરૂર પડે, સોશિયલ મીડિયાની પણ જરૂર પડે, મીડિયાની પણ જરૂર પડે, એવી જ રીતે ઇલેક્શન કમિશન સાથે કમ્યુનિકેશન કરવાની પણ જરૂર પડતી હોય છે.
એટલા માટે પ્રદેશ કક્ષાથી લઈને વિધાનસભા કક્ષા સુધી ચૂંટણી પંચે નિયુક્ત કરેલા અધિકારીઓ સાથે કમ્યુનિકેશન કરી શકાય, પત્ર વ્યવહાર કરી શકાય, ચૂંટણી પહેલા ચાલતી જે પણ ચૂંટણી લક્ષી સરકારી પ્રક્રિયાઓ છે જેમ કે ઇવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હોય, ઇવીએમનું ટ્રાન્સપોર્ટેશન હોય, ઇવીએમનું સ્ટ્રોંગ રૂમનું ચેકિંગ હોય, બુથ મેપિંગ હોય, બુથની વલ્નરેબિલીટી નક્કી કરવાની પ્રોસેસ હોય, સર્વ પક્ષીય ચૂંટણી પક્ષની મિટિંગો હોય તે સ્થાનિક કક્ષાએ હોય કે પ્રદેશ કક્ષાએ હોય, આ બધા માટે એક વ્યવસ્થિત માળખાની જરૂર હતી એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટરની નિમણૂક કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ઇલેક્શન કમિશન સાથે જે કંઈ પણ કામ હશે હવે તેઓ તે સંભાળશે.
પ્રદેશ કક્ષાએ હરીશભાઈ કોઠારી, જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય, એમ.એમ.શેખ, એડવોકેટ પ્રણવ ઠક્કર આમ આ ચાર લોકોને આમ આદમી પાર્ટીના પ્રદેશ ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટર રૂપે નિમણૂક કરવામાં આવ્યા છે. અને સાથે જ ગુજરાતની 182 વિધાનસભા છે, તે દરેક વિધાનસભાના આમ આદમી પાર્ટી ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટર નિમણૂક કરવામાં આવ્યા છે.
ઇલેક્શન કમિશન કો-ઓર્ડીનેટરનું મુખ્ય કામ ચૂંટણી અધિકારી જોડે સંકલન રાખી જે કંઈ પણ ચૂંટણી લક્ષી પ્રક્રિયાઓ વિધાનસભા લેવલે કે પ્રદેશ લેવલે થઈ રહી છે. તે તમામ પ્રક્રિયાઓ માટે આમ આદમી પાર્ટી વતી હાજરી આપી, આમ આદમી પાર્ટીના પ્રતિનિધી તરીકે મિટિંગમાં ભાગ લેવો, મતદાર યાદી હોય, મતદાર યાદીમાં સુધારણાના કામો હોય, આ તમામ બાબતો માટે આમ આદમી પાર્ટીના પ્રતિનિધી તરીકે આજે જે પ્રદેશ કક્ષાએ ચાર લોકોને નિમણૂક કર્યા છે અને 182 વિધાનસભાના કો-ઓર્ડીનેટરો નિમણૂક કર્યા છે તે પોતાની ફરજ બજાવશે. કારણ કે જો ફક્ત ગ્રાઉન્ડ પર મહેનત કરતા રહીએ, સોશિયલ મીડિયામાં પણ વાત પહોંચાડતા રહીયે, પરંતુ જો ઇલેક્શન કમિશન કામ કરે છે તેના પર ધ્યાન ના આપીએ તો ભાજપ વાળા ઇલેક્શન કમિશન સાથે કંઈ ગડબડ કરી શકે છે, એટલા માટે ઇલેક્શન કમિશનમાં પણ આમ આદમી પાર્ટી હવે હાજર રહેશ તેમ પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.