સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતૃત્વથી કોંગ્રેસ આમ પ્રજાની અવાજને બુલંદ કરશે : જાડેજા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ દ્વારા પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા, ભ્રષ્ટાચાર સામે લડત આપવા કચ્છ જીલ્લાના 6 તાલુકાઓમાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસપક્ષનાં વિપક્ષીનેતા, ઉપનેતા, દંડકની વરણી કરાઇ છે.
જેમાં નખત્રાણા તાલુકા પંચાયત વિપક્ષી નેતા તરીકે કેતનભાઇ પાંચાણી ઉપનેતા તરીકે ઓસમાણ હાજીખાન સુમરા, માંડવી તાલુકા પંચાયત વિપક્ષી નેતા તરીકે અરવિંદભાઇ આર. જાડેજા, ઉપનેતા તરીકે કલ્પનાબેન વાસાણી. મુન્દ્રા તાલુકા પંચાયત વિપક્ષી નેતા તરીકે નવીન મેઘજી ફફલ, ઉપનેતા તરીકે આશારીયા લાખા ગેલવા, દંડક તરીકે અલ્તાફભાઇ રેલીયા. અંજાર તાલુકા પંચાયત વિપક્ષી નેતા યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ઉપનેતા તરીકે વિષ્ણુ રામજી બાંભણીયા, દંડક તરીકે જગદીશ વી. સથવારા. ગાંધીધામ તાલુકા પંચાયત વિપક્ષી નેતા તરીકે અલ્પેશ જીવરામ ઝરૂ, ઉપનેતા તરીકે વાલબાઇ નાગશી નોરિયા, દંડક તરીકે મંગાભાઇ આશાભાઇ રાઠોડ. ભૂજ તાલુકા પંચાયત વિપક્ષી નેતા તરીકે અનીલ શીવજીભાઇ આહિર, ઉપનેતા તરીકે ઓસમાણ માનસીંગ સમા, દંડક તરીકે રાણબાઇ બુધાભાઇ મહેશ્ર્વરી વિ.ની નિમણૂંક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા દ્વારા કરાઇ છે.
નિમણૂંક અંગેનો પત્ર કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા પાઠવતા યજુવેન્દ્રસિંહ જાડેજાએ તમામ નિમણૂંકોને આવકારી અભિનંદન પાઠવ્યા હતાં.