ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈનીની પોરબંદર બદલી થતા ખાલી પડેલી જગ્યા પર નિયુક થયા:ચાર એએસપીને બઢતી અપાઇ
શહેરના ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈનીની પોરબંદર એસપી તરીકે બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યા પર વિરમગામના એએસપી પ્રવિણકુમારને બઢતી આપી નિમણુંક થઇ છે. અમરેલી, વેરાવળ અને વડોદરાના એએસપીને બઢતી આપવામાં આવ્યા છે તેઓને એસઆરપીના અલગ અલગ ગૃપમાં સેનાપતિ તરીકે નિમણુંક આપવામાં આવી છે.
કડીના દારૂકાંડના કારણે મહેસાણાના એસપીની એસઆરપીમાં થયેલી બદલી બાદ તેમની જગ્યાએ પોરબંદરના એસપી પાર્થરાજસિંહ ગોહિલની નિમણુંક આપવામાં આવી હતી અને પોરબંદર એસપી તરીકે રાજકોટ ઝોન-૧ના ડીસીપી રવિ મોહન સૈનીની નિમણુંક કરવામાં આવી હતી.
રાજકોટમાં ડીસીપી ઝોન-૧ની ખાલી પડેલી જગ્યા પર ૨૦૧૬ની આઇપીએસ બેન્ચના અને વિરમગામમાં એએસપી તરીકે ફરજ બજાવતા પ્રવિણકુમારને બઢતી આપી રાજકોટના ડીસીપી ઝોન-૧ તરીકે નિમણુંક આપવામાં આવી છે.
આ ઉપરાંત અમરેલીના એએસપી પ્રેમસુખ ડેલુને બઢતી આપી એસઆરપી ગૃપ ૨૧ના સેનાપતિ તરીકે રાજુલા, વડોદરા ગ્રામ્યના એએસપી રવિન્દ્ર પટેલની એસઆરપી ગૃપ-૯ના સેનાપતિ તરીકે વડોદરા અને વેરાવળમાં એએસપી તરીકે ફરજ બજાવતા અમિત વસાવાને એસઆરપી ગૃપ-૩માં સેનાપતિ તરીકે બનાસકાંઠા ખાતે નિમણુંક આપવામાં આવી છે.