મુળ અમદાવાદનાં વતની અનિલ મુકિમ વહિવટી કામગીરીમાં ખુબ સારી પકડ ધરાવતા હોવાથી મુખ્ય સચિવની રેસમાં રહેલા આઈએએસ અધિકારીઓમાંથી તેમની પસંદગી કરાઈ: મુખ્ય સચિવ પદેથી નિવૃત્ત થતા ડો.જે.એન.સિંઘે મુકિમને પાઠવી શુભેચ્છા
ગુજરાતના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘ નિવૃત થઇ રહ્યાં છે ત્યારે મુખ્ય સચિવ પદે કોણ નિમાશે તે મુદદા પરથી પરદો હવે ઉંચકાયો છે. કેન્દ્રમાં ખાણ ખનિજ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવતાં અનિલ મુકિમની મુખ્ય સચિવપદે નિયુક્તિ કરવામાં આવી છે. મુખ્ય સચિવપદ માટે પાંચેક આઇએએસ અધિકારીઓના નામોની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભાજપ સરકારની ગુડબુકમાં સૃથાન ધરાવતાં અનિલ મુકિમ પર આખરે પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. તેઓ શનિવારે ગાંધીનગર પહોંચી રહ્યાં છે.
મુખ્ય સચિવ પદ માટે અરવિંદ અગ્રવાલ, પંકજકુમાર, સંગીતાસિંઘ સહિત અન્ય આઇએએસ અધિકારીઓના નામો ચર્ચામાં હતાં. છેલ્લા એકાદ સપ્તાહથી એક જ ચર્ચા હતીકે,ડો.જે.એન.સિંઘના ઉત્તરાધિકારી તરીકે કોણ આવશે. અનેક ચર્ચાના અંતે દિલ્હી હાઇકમાન્ડે મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમની પસંદગી નો કળશ ઢોળ્યો હતો. ૧૯૮૫ બેચના આઇએએસ અધિકારી અનિલ મુકિમ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્રર તરીકે સારી કામગીરી બજાવી ચૂક્યાં છે. સાથે સાથે અનિલ મુકિમ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં તે વખતે નાણાં,મહેસૂલ વિભાગ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ અદા કરી ચૂક્યાં છે એટલે અમદાવાદ જ નહી,રાજ્યના વહીવટી તંત્ર પર તેઓ મજબૂત પક્કડ ધરાવે છે. સરળ સ્વભાવ, મળતાવડા અને સંનિષ્ઠ અધિકારી અનિલ મુકિમને તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૮માં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર મૂકાયા હતાં. હાલમાં તેઓ ખાણ ખનિજ વિભાગમાં સચિવ તરીકે ફરજ અદા કરી રહ્યાં છે. આજે કેન્દ્ર સરકારે વિધિવત રીતે ઓર્ડર કરીને તેમને ગુજરાત પરત મોકલ્યાં છે.
શનિવારે અનિલ મુકિમ ગાંધીનગર આવી રહ્યાં છે. તેઓ શનિવારે સાંજે આૃથવા તો સોમવારે ચાર્જ સંભાળે તેવી સંભાવના છે. સૂત્રોના મતે,અનિલ મુકિમ ગુરૂવારે મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાનના નિવાસસ્થાને મુકિમે મુલાકાત કરી હોવાની માહિતી સાંપડી છે. મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘે અનિલ મુકિમ સાથે ટેલિફોનિક વાત કરીને શુભેચ્છા પાઠવી હતી. ડો.સિંઘ આજે ચાર્જ છોડશે. છેલ્લા દિવસે મુખ્યસચિવ ડો.સિંઘ ગૃહવિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આઇએએસ અધિકારીઓ પણ મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘને શુભેચ્છા આપી હતી. મુકિતનું મુળ વતન અમદાવાદ છે. તેઓએ બી.કોમ મેનેજમેન્ટ, એલએલબીની ડિગ્રી ધરાવે છે.
ફેબુ્રઆરી ૨૦૧૬ના ગુજરાતના જનરલ એડ્મિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં એડિશ્નલ ચીફ સેક્રેટરી તરીકે જવાબદારી અદા કર્યા બાદ કેન્દ્રમાં નિમાયા હતા.૧૯ ઓક્ટોબરથી ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ સુધી સંસદિય બાબતોના મંત્રાલયના વધારાના સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો. અઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે પણ કાર્યભાર સંભાળ્યો છે. વહિવટી બાબતોમાં ખૂબ જ સારી પકડ ધરાવે છે. તેમની પાસે નાણા, મહેસૂલ, સ્વાસ્થ્ય જેવા વિવિધ વિભાગના વડા તરીકે કામગીરી અદા કરવાનો બહોળો અનુભવ છે.