કોલેજીયન સિસ્ટમ દ્વારા ૩૩ એડવોકેટોમાંથી પસંદગી પામતા દિનેશ પાઠક: બી.સી.આઇ.ના મેમ્બર દિલીપ પટેલે પાઠવ્યા અભિનંદન
અલ્હાબાદ હાઇકોર્ટના સીનીયર ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દીનેશ પાઠકની અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ તરીકે નિમણુંક આપવામાં આવતા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બરોએ જસ્ટીસ પાઠકને અભિનંદન આપેલા છે.
અલ્હાબાદ હાઇકોર્ટ કોલેજીયને દિનેશ પાઠક સહીતના ૩૩ એડવોકેટની ફેબ્રુઆરીમા હાઇકોર્ટ ન્યાયધીશ તરીકે ભલામણ કરી હતી. ગયા વર્ષે કોલેજીયન ૩૩ નામો પૈકી ૧૬ નામો ઘ્યાને લીધેલા હતા. અને તે પૈકીના અલ્હાબાદના સીનીયર ધારાશાસ્ત્રી દીનેશ પાઠકને હાઇકોર્ટ માટે યોગ્યતા ઘ્યાને લઇ ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસ વિભાગ હાઇકોર્ટ બાબતોથી પરીચીત સાથીઓની સલાહ એડવોકેટ પાઠકને હાઇકોર્ટના ન્યાયધીશ તરીકનો ઠરાવ પસાર કરેલા હતો.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગાઇ જસ્ટીસ એસ.એ. બોબડે જસ્ટીસ એન.જી. રામન્ના એડવોકેટ દિનેશ પાઠકની જસ્ટીસ અલ્લાહબાદ હાઇકોર્ટ દ્વારા નિમણુંક આપતા બાર કાઉન્સીલ ઓયફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના ચેમ્બર દીલીપ પટેલે સહીતના એડવોકેટને અભિનંદન પાઠવ્યા છે.