બાલ ડોકટર શાળાનાં અન્ય બાળકોને સ્વચ્છતા, પોષણ અને રોગચાળાથી બચવા અંગે માહિતગાર કરશે
ભારત સરકારનાં આરોગ્ય વિભાગ, શિક્ષાણ વિભાગ અને પંચાયત વિભાગનાં આરોગ્યલક્ષી કાર્યક્રમ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત દરેક સરકારી પ્રાથમિક શાળામાં વર્ગદિઠ એક બાળક ને બાલ ડોકટર તરીકે નામાંકિત કરાયેલ છે. જે અન્વયે સરકારની સુચના અન્વયે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત તમામ પ્રાથમિક શાળાઓમાં વર્ગદીઠ એક બાલ ડોક્ટર તરીકે નામાંકિત કરાયેલ છે જેમાં ૮૮ પ્રાથમિક શાળામાં ૪૩૧ કુમાર બાળ ડોકટરની અને ૪૬૭ ક્ધયા બાલ ડોકટર સહિત કુલ ૮૯૮ બાલ ડોકટરની નિમણુક કરાઈ છે. રાજકોટ કોર્પોરેશન બાલ ડોક્ટરની કામગીરીમાં ૧. સ્વચ્છતા અંગે માહીતી આપવી જેમાં પર્યાવરણ અંગેની સ્વચ્છતા અંગે માહિતી, પોષણ અંગેની માહીતી આપવી, રોગચાળાથી બચવા અંગેની માહીતી, સકારાત્મક વલણ, માસિક ધર્મ સમયે સ્વચ્છતા અંગેની માહીતી આપવાની રહેશે. બાલ ડોક્ટરને આ અંગે જુદી જુદી આરોગ્યલક્ષી તાલીમ અપાઈ તેમજ બાલ ડોક્ટર ને આરોગ્યલક્ષી સાહિત્ય પણ આપવામાં આવશે. ઉકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અધિકારી ડો. પંકજ પી. રાઠોડ તેમજ આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવેલ.