અલગ-અલગ પાંચ ઝોન, લોકસભાની તમામ બેઠકો ઉપરાંત પાંચ અન્ય ઓબ્ઝર્વરની નિયુક્તિ કરાઇ: રાજકોટ લોકસભા બેઠકના ઓબ્ઝર્વર તરીકે પ્રમોદ જૈન ભાયા અને પાનાચંદ મેઘવાલની વરણી
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના મતદાનને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ દ્વારા ગુજરાતના ગઢને સર કરવા માટે આજે પાંચ ઝોન, લોકસભાની તમામ બેઠકો સહિત કુલ 42 ચૂંટણી ઓબ્ઝર્વરની તાત્કાલીક અસરથી નિમણૂંક કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોનનો હવાલો મોહન પ્રકાશને સોંપવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ લોકસભા બેઠકના ઓબ્ઝર્વર તરીકે પ્રમોદ જૈન ભાયાની નિયુક્તિ કરવામાં આવી છે.
આજે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી કે.સી.વેણુગોપાલ દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે 42 ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ઝોનના ઓબ્ઝર્વર તરીકે મુકુલ વાસનીક, સૌરાષ્ટ્ર ઝોન ઓબ્ઝર્વર તરીકે મોહન પ્રકાશ, સેન્ટ્રલ ઝોન ઓબ્ઝર્વર તરીકે પૃથ્વીરાજ ચૌહાણ, ઉત્તર ઝોનના ઓબ્ઝર્વર તરીકે બી.કે. હરિપ્રસાદ અને કે.એચ.મુન્નીઅપ્પાની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે કચ્છ લોકસભા બેઠકના ઓબ્ઝર્વર તરીકે સાલે મહંમદ, બનાસકાંઠાના ઓબ્ઝર્વર તરીકે ઉદયલાલ અંજના, પાટણના ઓબ્ઝર્વર તરીકે રામલાલ જાટ, મહેસાણાના ઓબ્ઝર્વર તરીકે નિરજ ડંગી, સાબરકાંઠાના ઓબ્ઝર્વર તરીકે રતન દેવાસી, ગાંધીનગરના ઓબ્ઝર્વર તરીકે જયસિંઘ અગ્રવાલ અને સુરેશ મોદી, અમદાવાદ પૂર્વના ઓબ્ઝર્વર તરીકે પ્રેમસાંઇસિંઘ ટેકમ અને હકમ અલીખાન, અમદાવાદ વેસ્ટ લોકસભા બેઠકના ઓબ્ઝર્વર તરીકે જેટી કુસુમ કુમાર અને અમિન કાગઝી, સુરેન્દ્રનગર બેઠકના ઓબ્ઝર્વર તરીકે અમરીતા ધવન, રાજકોટના ઓબ્ઝર્વર તરીકે પ્રમોદ જૈન ભાયા અને પાનાચંદ મેઘવાલ, પોરબંદર બેઠકના ઓબ્ઝર્વર તરીકે રામપાલ શર્મા, જૂનાગઢ બેઠકના ઓબ્ઝર્વર તરીકે ડો.કરણસિંહ યાદવ અને મહેન્દ્ર ગેહલોત, જામનગર બેઠકના ઓબ્ઝર્વર તરીકે રાજેન્દ્રસિંહ, અમરેલી બેઠકના ઓબ્ઝર્વર તરીકે સુખરામ વિશ્ર્નોઇ અને ગોપાલ મીણા, ભાવનગર બેઠકના ઓબ્ઝર્વર તરીકે ભાણવરસિંહ ભટ્ટી, આણંદ બેઠકના ઓબ્ઝર્વર તરીકે જગદીશ ચંદ્ર, ખેડા બેઠકના ઓબ્ઝર્વર તરીકે અમરજીત ભગત, પંચમહાલ બેઠકના ઓબ્ઝર્વર તરીકે તારાચંદ ભગોડા, દાહોદ બેઠકના ઓબ્ઝર્વર તરીકે મહેન્દ્રજીતસિંઘ માલવીયા, વડોદરા બેઠકના ઓબ્ઝર્વર તરીકે અશોક ભૈરવા, છોટા ઉદેપુરના ઓબ્ઝર્વર તરીકે અર્જૂનસિંહ બામળીયા, ભરૂચ બેઠકના ઓબ્ઝર્વર તરીકે ગોવિંદરામ મેઘવાલ, બારડોલી બેઠકના ઓબ્ઝર્વર તરીકે રામલાલ મીણા, સુરત બેઠકના ઓબ્ઝર્વર તરીકે આર.સી.ખૂંટીયા, નવસારી બેઠકના ઓબ્ઝર્વર તરીકે રાજેશ મિશ્રા અને વલસાડ બેઠકના ઓબ્ઝર્વર તરીકે વસંત પુરકેની વરણી કરવામાં આવી છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે શિવાજીરાવ મોગે, સેન્ટ્રલ ઝોનના અન્ય ઓબ્ઝર્વર તરીકે કાંતિલાલ ભૂરીયા અને રાજ્યના જનરલ ઓબ્ઝર્વર તરીકે શકીલ અહેમદ ખાન, રાજેશ લીલોટીયા અને જય કિશનની નિયુક્તિ કરવામાં આવી છે.