રાજકોટની હોસ્પિટલમાં આગ મુદ્દે સુપ્રીમે કરી હતી સરકારની ટીકા
આગ ઘટના મામલે રાજય સરકારનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
દેશમાં કોરોનાની સ્થિતિ વિશે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજય સરકારે રાજયની હોસ્૫િટલોમાં રાજકોટ જેવી આગની ઘટના રોકવા માટે ૩૨૮ નોડલ અધિકારીઓની નિયુકિત કરવામાં આવી હોવાનું સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામામાં જણાવ્યું હતું.
સરકારે સોગંદનામામાં જણાવાયું હતું કે હોસ્૫િટલોમાં ફાયર સેફટી માટે તકેદારીના તમામ પગલા લેવાઇ રહ્યા છે.
સરકારે સુપ્રીમમાં વધુમાં જણાવાયું હતું કે ફાયર સેફટી માટે રાજયમાં ચાર સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી છે જે રાજયની હોસ્પિટલોમાં ચાંપતી નજર રાખી રહી છે. સુપ્રીમના સુનાવણી દરમિયાન કોર્ટે રાજય સરકારને પુછયું હતું કે, ગુજરાતમાં ર૪૦ ખાનગી હોસ્પિટલોમાંથી ૬૧ પાસે ફાયર એનઓસી નથી તેનો શું અર્થ? આ ટકોરના જવાબમાં સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવાયું હતું કે આવા તમામ સંવેદન શીલ મુદા માટે તમામ હોસ્પિટલમાં નોડલ ઓફીસરની નિર્માણ કરવામાં આવી છે. કોર્ટે પૂછયું કે એ ઓફીસરો કોણ છે? શું એ નિષ્ણાતો છે? આ પ્રશ્ર્નના જવાબમાં મહેતાએ જણાવ્યું કે એ અંગે રાજય સરકારને પુછીને અદાલતને જણાવશે.
આ બાબતે કોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્દે સંબંધીત હોસ્પિટલમાં જવાબદાર કર્મચારીને જ નોડસ ઓફીસર તરીકે નિમણુંક આપવી જોઇએ રાજયમાં માસ્ક નહી પહેરવા તથા સામાજીક અંતર જળવાતું ન હોવા અંગે પણ સરકારને ટકોર કરી હતી.