જાફરાબાદ કોંગ્રેસ તથા કોંગેસના કાર્યકરો દ્વારા તાજેતરમાં વિધાનસભામાં થયેલી ધમાલમાં રાજુલાના ધારાસભ્ય અબરીશ ડેર તથા સા.કુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતને વિધાનસભામાંથી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. જે વિધાનસભાના કાયદાથી તદન વિપરીત નિર્ણય લેવામાં આવેલ છે.
વિધાનસભા કાયદા મુજબ પર (૨) મુજબ સભ્યને સભાગૃહની સેવા બજાવવામાંથી ફકત એક સત્ર પુરતુ જ સસ્પેન્શન આપી શકે જેના બદલે ત્રણ વર્ષ સુધી લોકોના પ્રતિનિધિને લોકોના પ્રશ્ર્નો રજૂ કરવાથી વંચિત રાખવા અને તેની સામે નિકોલના ધારાસભ્ય પંચાલ સામે કોઈ કાર્યવાહી નહી કરીને અધ્યક્ષ દ્વારા પક્ષપાતી વલણ દાખવેલ છે. જે તાત્કાલીક રદ કરવા જાફરાબાદ કોંગ્રેસ પાટીદાર દ્વારા માંગણી કરેલ છે. તેમજ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવેલ છે. આ આવેદન કરવામાં આવશે તેવું પણ જણાવેલ છે. આ આવેદન આપવા જાફરાબાદ તાલુકા પ્રમુખ નાથાભાઈ પરમાર, બાંધકામ સમિતિનાં ચેરમેન જીલ્લાના ટીકુભાઈ વરૂ, છગનભાઈ વાઘેલા, પાંચાભાઈ ડાભી, ઘનશ્યામ શેખડા, મગન જોગદીયા, જયાભાઈ વરૂ વગેરે જોડાયેલ હતા આ સાથે રાજુલામાં પણ આવેદન પાઠવવામાં આવ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,