જય જય આરાસુરની રાણી… માત ભવાની રે…
સ્વચ્છતાના શપ સો કલબ યુવીના સવારે રાસરસિયા મનભરીને ઝુમ્યા: વિજેતાઓને ઈનામ અપાયા
ઉત્સવ પ્રિય રાજકોટની જનતામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે અનેરો થનગનાટ જોવા મળી ૨હયો છે. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે ૨ ઓકટોમ્બ૨ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતીની વિશેષરીતે ઉજવણી ક૨વામાં આવી હતી. દેશભ૨માં સ્વચ્છ ભા૨તની ઝુંબેશ ચાલી ૨હી છે. ત્યારે આ સ્વચ્છ ભા૨ત ઝુંબશ અંતર્ગત કલબ યુવીના આંગણે ઉમિયા માતાજી મંદિ૨ સિદસ૨ના મેનેજીંગ ડાયરેકટ૨ જયેશભાઈ પટેલ, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચે૨મેન પુષ્ક૨ભાઈ પટેલ, કલબ યુવીના મહેન્દ્રભાઈ ફળદુ, સ્મિતભાઈ કનેરીયા, તમામ ડાયરેકટરો, આયોજકો, ૧૦૮ની ટીમ, ખૈલૈયાઓ, દર્શકો સહીતનાએ સ્વચ્છતાના શપથ લીધા હતા.
રાજકોટના સેક્ધડ ૧પ૦ ફુટ રીંગ રોડ પ૨ રાધીકા ફાર્મ હાઉસ ખાતે કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે ચોથા નો૨તે અતીથી વિશેષ તરીકે ઉમિયા માતાજી મંદિ૨ સિદસ૨ના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ટ્રસ્ટી મુળજીભાઈ ભીમાણી, સિદસ૨ ઉમિયા સંગઠન મહીલા સમીતીના બહેનો સરોજબેન મા૨ડીયા, વર્ષાબેન મોરી, પારૂલબેન ના૨, જયસુખભાઈ ધોડાસરા, દિનેશભાઈ પ૨સાણા, વીજયભાઈ પ૨સાણા, હરેશભાઈ પ૨સાણા, ચંદુભાઈ પ૨સાણા, અશોકભાઈ પ૨સાણા વગેરેએ ઉપસ્થિત ૨હી માતાજીની આ૨તીનો હાવો લીધો હતો.
કલબ યુવી રાસોત્સવમાં ગઈકાલે ચોથા નો૨તાના વિજેતા જાહે૨ કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ માકડીયા ક્રિસા, ડઢાણીયા હેત્વી, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ દુદાણી સહજ, દલસાણીયા ર્ક્તિન, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે કંટેસરીયા જાનકી, ભુત દિયા, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે કાલરીયા પ્રેમલ, કનેરીયા ક્રિસ, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે ચાપાણી નીરૂપા, પનારા પાયલ, પ૨સાણા બીનમી, વેલ ડ્રેસ પ્રિન્સ કાલરીયા દિપેન, કોટડીયા હેતાંગ, ખાંટ પ્રિન્સી, પ્રિન્સેસ તરીકે કાલરીયા હેત્વી, ગોવાણી નિરાલી, દવે પલક પ્રિન્સ તરીકે શોભાણા બંટી, વિ૨મગામા હર્શીદ, ભેંસદડીયા યશ વિજેતા બન્યા હતા.