રાજયના છ DYSP ની આંતરીક બદલી, મોરબીના રાધિકા ભારાઇને વડોદરા પોસ્ટીંગ
અબતક,રાજકોટ
ગુજરાત કેડરને ફાળવેલા 2018-19ની બેન્ચના છ IPS અધિકારીની ફેઝ-2 તાલિમ હૈદરાબાદ ખાતે પુરી થતા તેઓને રાજયના અલગ અલગ શહેરોમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. જ્યારે રાજયના છ ડીવાય.એસ.પી. કક્ષાના અધિકારીઓની આંતરીક બદલી કરવામાં આવી છે. ખેડાના શ્રીપાલ શેષમા વાપી, ભાવનગરના વિજયસિંહ ગુર્જર ઝાલોદ, જૂનાગઢના વિશાખા ડબસલને જંબુસર, ભરૂચના અતુલકુમાર બંસલને મોરબી, મોરબીના અભિષેક રાજેશભાઇ ગુપ્તાને ખંભાત અને વડોદરા ગ્રામ્યના જગદીશભાઇ બાંગરવાને દાહોદ ખાતે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક આપવામાં આવી છે.
જયારે દાહોદ ખાતે મદદનીશ પોલીસ અઘિક્ષક તરીકે ફરજ બજાવતા શૈફાલી બરવાલને નવી ઉભી કરેલી જગ્યા ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ એન્ટી હૃમન ટ્રાફિક યુનિટમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.ખંભાતના ભારતી જે.પંડયાને અમદાવાદ ઇકોનોમિક વીંગમાં, વાપીના વી.એમ.જાડેજાને સુરેન્દ્રનગરમાં એસટીએસટી સેલમાં, ઝાદોલના બી.વી.જાદવને અમરેલી, જંબુસરના એ.જી. ગોહિલને એસસીએસટી સેલ અમરેલી અને મોરબીના રાધિકા ભારાઇને વડોદરા પોલીસ કમિશનર મહિલા સેલમાં નિમણુંક આપવામાં આવી છે.