- ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ના 49મી વાર્ષિક સાધારણ સભામાં રાજયભરમાંથી ચાના વેપારીઓ રહ્યા હાજર
- ટી બોર્ડ ઓફ ઇન્ડિયાના પૂર્વ વાઇસ ચેરમેન બિંદીયાનંદજી, જ્ઞાનવત્સલ સ્વામી, સાંસદ પરસોતમ રૂપાલાની વિશેષ ઉ5સ્થિતિ
ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ની 49મી બીઝનેસ મીટ ગઇકાલે રાજકોટના આંગણે યોજાઇ હતી. પ્રમુખ દિનેશભાઇ કારીયાના અઘ્યક્ષ સ્થાને રર સપ્ટેમ્બરના રોજ ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ની વાર્ષિક સામાન્ય સભામાં મહેમાન તરીકે બીએપીએસના સંત જ્ઞાનવત્સલ સ્વામી સહીત મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા હતા.
- ત્યારે ગઇકાલની 49મી વાર્ષિક સામાન્ય સભામાં ટી ટ્રેડર્સ એસો.ના પ્રમુખ તરીકે મનીષ પટેલે કાર્યભાર સંભાળ્યો હતો.
ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ની વાર્ષિક સામાન્ય સભા અને બીઝનેસ મીટમાં બીએપીએસના સંત જ્ઞાનવત્સલ સ્વામી અને સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્ય ઉદય કાનગડ ઉ5સ્થિત રહ્યા હતા. ઉપરાંત ટી બોર્ડ ઓફ ઇન્ડિયાના પૂર્વ વાઇસ ચેરમેન અને નેકાના સલાહકાર બિંદીયાનંદજી, એમ.બી. ગ્રુપના નરેશ બંસલ, આયુસ બંસલ, સીલીગુરીથી હાજર રહ્યા હતા. તથા બેઠકમાં ગુજરાતભરમાંથી તમામ ચાના વેપારીઓ ઉ5સ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચાને લગતા મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પ્રોડકશન અને સપ્લાય આ બન્ને વિષયો ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ની વાર્ષિક સાધારણ સભામાં નવા પ્રમુખ તરીકે મનીષ પટેલે કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારે મનીષ પટેલ અને તત્કાલીન પ્રમુખ દિનેશ કારીયાએ તેમનું વિઝન રજુ કર્યુ હતું.