ભુપેન્દ્ર કૈંથોલાને આરએનઆઈ નવી દિલ્લીના પ્રેસ રજીસ્ટાર જયારે મનીષ દેસાઈ પીઆઈબી નવી દિલ્લીના ડાયરેકટર જનરલ તરીકે નિયુકત: આ બદલીઓ 1 સપ્ટેમ્બર, 2023થી લાગુ થશે

ભારતીય માહિતી સેવાના વરિષ્ઠ અધિકારી મનીષ દેસાઈને બુધવારે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના પ્રિન્સિપલ ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મનિશ દેસાઈ (1989 બેચ) સરકારના મુખ્ય પ્રવક્તા પણ હશે. તેઓ આજે નિવૃત્ત થતા રાજેશ મલ્હોત્રા પાસેથી ચાર્જ સંભાળશે. ઉપરાંત આરએનઆઈમાં પ્રેસ રજિસ્ટ્રાર ધીરેન્દ્ર ઓઝાને સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન્સના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. તેમજ સરકારે વરિષ્ઠ ભારતીય માહિતી સેવા અધિકારી ભૂપેન્દ્ર કૈંથોલાને આરએનઆઈ પ્રેસ રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કર્યા છે.

હાલમાં, આરએનઆઈમાં પ્રેસ રજિસ્ટ્રાર ધીરેન્દ્ર ઓઝાને સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન્સના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ આરએનઆઇ, નવી દિલ્હીમાં પ્રેસ રજિસ્ટ્રારની પોસ્ટ સંભાળતા હતા. ઓઝા પાસે એનએમડબ્લ્યુ અને ઈએમએમસી વધારાનો હવાલો પણ રહેશે. મળતી માહિતી મુજબ, ધીરેન્દ્ર ઓઝાની એક ઈમાનદાર અધિકારીની ઇમેજ રહી છે અને તે ખૂબ જ મિલનસાર સ્વભાવના પણ છે.

મનીષ  દેસાઈ હાલમાં સેન્ટ્રલ કોમ્યુનિકેશન બ્યુરોના ડાયરેક્ટર જનરલ છે.તેઓ મુંબઈમાં પીઆઈબી પશ્ચિમ ઝોનના ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. દેસાઈએ ડાયરેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રાર ઑફ ન્યૂઝપેપર્સ ફોર ઈન્ડિયા), ફિલ્મ ડિવિઝનમાં ડિરેક્ટર જનરલ અને પ્રસાર ભારતીમાં જનરલ મેનેજર તરીકે પણ સેવા આપી છે.દેસાઈએ ઓલ ઈન્ડિયા રેડિયો અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (આઈઆઈએમસી) સાથે ત્રણ દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં પણ કામ કર્યું છે.

સરકારે વરિષ્ઠ ભારતીય માહિતી સેવા અધિકારી ભૂપેન્દ્ર કૈંથોલાને ફ પ્રેસ રજિસ્ટ્રાર તરીકે નિયુક્ત કર્યા છે.કૈંથોલા હાલમાં પીઆઈબીના ડાયરેક્ટર જનરલ (પૂર્વ ઝોન) છે.કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના અન્ડર સેક્રેટરી હરકેશ કુમાર દ્વારા જારી કરાયેલા આદેશો અનુસાર, આ બદલીઓ 1 સપ્ટેમ્બર, 2023થી લાગુ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.