સુત્રાપાડાનું કણજોતર ગામના જુના ટીંબામાં આવેલા પૌરાણીક મંદિરની જગ્યા જે બાલુભાઈ કરસનભાઈ સોલંકીની ખાતાની સર્વે નં.૩૭૩/૧માં આવેલ હોય જે જમીન મંદિરના વિકાસ માટે અર્પણ કરવામાં આવેલી હતી. તે જમીન રેકર્ડ ઓફ રાઈટસમાં બાલુભાઈ કરશનભાઈ સોલંકીની ખાલસા જમીન તરીકે આવેલ છે જે ધાર્મિક જગ્યાની જમીન ઉપર કબજો કરવા દબાણો કરવામાં આવેલા હોય આ બાબતે તારીખ ૧૯/૫/૨૦૧૭થી લેખિત રજુઆત કરવા છતાં દબાણો દુર કરવામાં આવેલ ના હોય ત્યારે ખાલસા થયેલ જમીન આવેલ હોય મંદિરને અર્પણ કરેલ જમીન હડપ કરી જવા સતત પેશકદમીથી આગળ વધી રહ્લ છે.
અને અસામાજિકતત્વ દ્વારા દાદાગીરી અને ગુંડાગીરીથી મંદિરમાં આસ્થા ધરાવતા લોકોને રોકવા અડચણ અટકાયતો કરતા રહેલ છે ત્યારે અધિકારીઓને વારંવાર લેખિત મૌખિક રજુઆતો કરવા છતાં દબાણકર્તાઓને પ્રોત્સાહિત કરતા હોય તેમ કોઈ કાર્યવાહી કરેલ નથી. જેને લઈ આક્રમકતાથી દબાણકર્તાઓ દાદાગીરી અને ગુંડાગીરીથી હરકત અટકાયત ઉપર ઉતરી આવે છે ત્યારે તેમને અટકાવવામાં નહીં આવે તો આવતા દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બેકાબુ બને તેમ છે ત્યારે આવા અસામાજિકતત્વ સામે કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મંદિર એમની જગ્યાએ જતા ભકતોમાં ભય સર્જાયછે ત્યારે બાલુભાઈ કરશનભાઈ સોલંકી અને ભરતભાઈ મેરામણભાઈ સોલંકીની આગેવાની હેઠળ બહોળી સંખ્યામાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.