૨૫ દેશની મુલાકાત લઈ ચૂકેલું આ દંપતિ રાજકોટના છાંટબાર પરિવારનું મહેમાન બન્યું ડેનિયલ અને મારિયા બન્ને ભારતમાં રહેલી વિવિધતામાં એકતા ઉડીને આંખે વળગી
ભારત વૈવિધ્યતા સભર દેશ તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં દરેક પ્રાંતની જુદી જુદી સંસ્કૃતિઓ ઉડીને આંખે વળગે છે. વિદેશના ઘણા પ્રવાસીઓ ખાસ ભારતની સંસ્કૃતિ વિશે જાણવા અહીં આવે છે તેવા જ હેતુથી ભારત આવેલા યુક્રેનના યુવા દંપતિ ડેનિયલ અને મારિયા રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા.
ડેનિયલ અને મારિયા ગઈકાલે રાત્રે રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેઓએ રામનાથપરા વિસ્તારના ભુપતભાઈ છાંટબારના ઘરેથી અગાસી પર રાતવાસો કર્યો હતો. યુક્રેનનાં દંપતિ છાંટબાર પરિવાર સાથે દુધમાં સાકળની જેમ ભળીને લાંબો વાર્તાલાપ કર્યો હતો. ત્યારબાદ વહેલી સવારે ઉઠીને સન રાઈઝના કુદરતી દ્રશ્યો નિહાળી છાંટબાર પરિવાર સાથે ફોટોશુટ કરાવ્યું હતું. ખાસ વાત તો એ છે કે મારિયા એક ખ્યાતનામ પેઈન્ટર છે.
યુક્રેનથી આવેલા આ બંને પ્રવાસીઓની ખાસ વાત એ છે કે તેઓ ઓછશ ખર્ચે ભારત ભ્રમણ કરવા ઈચ્છતા હોવાથી તમામ સ્થળોએ પગપાળા ચાલીને જાય છે. રસ્તામાં જો કોઈ લીફટ આપે તો સ્વીકારી લે છે પરંતુ ન મળે તો તે નિર્ધારીત સ્થળ પર પગપાળા ચાલ્યા જાય છે અને તે દરમિયાન રસ્તા પર મળતા લોકો સાથે સંવાદ કરી તેની પાસેથી જે તે જગ્યાની સંસ્કૃતિનું જ્ઞાન લેવાનો પ્રયત્ન કરે છે.
મારિયાએ ફકત પાંચ મિનિટમાં જ છાંટબાર પરિવારની દિકરીનું પેઈન્ટીંગ કાગળ પર દોશી આપ્યું હતું. આ પેઈન્ટીંગ તેમણે છાટબાર પરિવારને યાદગારી સ્વ‚પે ભેટ આપી હતી. છાટબાર પરિવારે પણ સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરતી ખાસ બંગડી રીટર્ન ગીફટ તરીકે યુક્રેનમાં દંપતિને આપી હતી. સવારનો નાસ્તો કર્યા બાદ યુક્રેનના દંપતિએ છાટબાર પરિવારના ઘરેથી વિદાય લીધી હતી. રાજકોટથી તેઓ સોમનાથ ખાતે પગપાળા જવા રવાના થયા હતા. ત્યાં તેઓ સોમનાથ મહાદેવને શિશ ઝુકાવશે.
યુક્રેનનું આ યુગલ ઓછા પૈસે ઘણા દેશોનો પ્રવાસ ખેડી ચૂકયું છે. અત્યાર સુધીમાં ડેનીયલ અને મારિયા કુલ ૨૫ દેશમાં ટ્રાવેલીંગ કરી ચૂકયા છે. દરેક દેશમાં જઈ તેઓ ત્યાંની સંસ્કૃતિ વિશે જાણકારી મેળવે છે. ડેનિયલ અને મારિયાએ ‘અબતક’ સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ આવ્યા પૂર્વે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભ્રમણ કરી ચૂકયા છીએ. ત્યાંના મહત્વના ફરવાલાયક સ્થળોની મુલકાત લઈ ત્યાંના લોકો સાથે વાતચીત કરી હતી. ગુજરાત ભ્રમણ બાદ અમે સાઉથ ઈન્ડિયા અને પંજાબની મુલાકાત લેશુ. અત્યાર સુધી અમોને અહિંના લોકોનો ખૂબ સહયોગ મળ્યો છે.
અહીંયા લોકો એકબીજા પ્રત્યે ભાવના ધરાવતા હોવાથી મદદ‚પ થાય છે. ૨૫ દેશોની મુલાકાત અમે લીધી છે. જેમાં સૌથી વધુ અમને ભારત ગમ્યું છે.