એસટીની નોનએસી બસમાં તિર્થયાત્રાનો ૫૦ ટકા ખર્ચ સરકાર ભોગવશે
વડિલો રાહત દરે તિર્થયાત્રા કરી શકે તે માટે રાજય સરકાર આગામી તા.૧ મેના રોજ ગુજરાત દિને શ્રવણ તિર્થદર્શન યોજના લોન્ચ કરશે. આ યોજન હેઠળ સરકાર નોન એ.સી. સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસમાં તિર્થ યાત્રાનો ૫૦ ટકા ખર્ચ ભોગવશે.
આ મામલે યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન મહેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ તમામ સમાજના સીનીયર સીટીઝન લઇ શકશે. રાજયમાં તિર્થયાત્રા કરવા માંગતા વડિલો માટે સરકારે બજેટમાં સબસીડીની જાહેરાત કરવામાં આવી હતી.
આ યોજાનો લાભ બે રાત અને ત્રણ દિવસની યાત્રાના આયોજન માટે મળશે લાભાર્થીએ યોજનાનો લાભ લેવા નજીકના એસ.ટી. ડેપોને સંપર્ક કરવાનો રહેશે.