ઉનાળામાં ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આનો સામનો કરવા માટે તમે કેટલીક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. ઉનાળામાં ત્વચાને તડકા અને પરસેવાનો સામનો કરવો પડે છે.
જેના કારણે ત્વચા તૈલી થઈ જાય છે અને ત્વચા પર ફોલ્લીઓ અને બળતરા પણ થવા લાગે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે તમે તરબૂચનો ઉપયોગ કરી શકો છો. તરબૂચમાં વિટામિન અને મિનરલ્સ સારી માત્રામાં મળી આવે છે. તે સ્કીનને ડીપ ક્લીન કરવામાં પણ મદદ કરી શકે છે. અહીં જુઓ સ્કીન પર તરબૂચ કેવી રીતે લગાવવું-
ઓઈલી સ્કીન માટે તરબૂચનો ફેસ પેક કેવી રીતે બનાવવો
ઉનાળામાં ત્વચાની ઘણી સમસ્યાઓ હોય છે, કેટલાક લોકોને તૈલી ત્વચાની સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં તમે તરબૂચનો ફેસ પેક બનાવી શકો છો. આ ફેસ પેક બનાવવા માટે એક ચમચી મધ અને અડધો કપ તરબૂચની પેસ્ટ બનાવો. પછી તેને ત્વચા પર 15 મિનિટ સુધી લગાવો. આ ફેસ પેક ત્વચા માટે ખૂબ જ સારું છે. તે ચહેરાને સાફ અને સોફ્ટ બનાવે છે.
ડ્રાઈ સ્કીન માટે તરબૂચનો ફેસ પેક કેવી રીતે બનાવવો
જે લોકો ડ્રાઈ સ્કીન ધરાવે છે તેઓ તેને થોડું દહીં અને તરબૂચ એકસાથે મિક્સ કરીને બનાવી શકે છે. ઘટ્ટ પેસ્ટ તૈયાર કર્યા બાદ આ ફેસ પેકને માસ્કની જેમ લગાવો. દહીં ડેડ સ્કીનને દૂર કરે છે અને સ્કીનને ઊંડે સુધી પોષણ આપે છે. આ ફેસ પેક લગાવવાથી સ્કીન ગ્લોઇન્ગ બને છે.